ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મહારાષ્ટ્રમાં 80 લાખ કોરોનાના કેસ સામે આવશે તેવી ચેતવણી રાજ્ય સરકારે આપી છે.
મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગના વધારાના મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેકટરને પત્ર લખીને કહેવામાં આવ્યુ છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત લોકોની સંખ્યા બહુ વધવાની છે.
તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, જો 80 લાખ નવા કેસ સામે આવે અને તેમાંથી માત્ર એક જ ટકાના મોત થશે તેવુ ધારીએ તો પણ 80000 મોત થઈ શકે છે
કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી લેવાની જરુર નથી અને તે ઘાતક સાબિત નહીં થાય તેવુ માનવાની પણ જરુર નથી.
તેમણે કહ્યુ હતુ કે, જેમનુ રસીકરણ નથી થયુ તેમના માટે પણ આ વાયરસ ઘાતક છે અને એટલે જ દરેક જિલ્લામાં મહત્તમ રસીકરણ કરવામાં આવે અને લોકોનો જીવ બચાવવામાં આવે.