E-Shram Portal: કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઇ-શ્રમ પોર્ટલ પર બહુભાષીય કાર્યક્ષમતાનો શુભારંભ કરાવ્યો હતો. ઈ-શ્રમને ‘વન સ્ટોપ સોલ્યુશન’ બનાવવાના વિઝનને અનુરૂપ આ પોર્ટલ હવે તમામ 22 શિડ્યુલ્ડ લેંગ્વેજમાં ઉપલબ્ધ થશે. જે દેશમાં અસંગઠિત કામદારોને વિસ્તૃત સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનાં સરકારનાં પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિને ચિહ્નિત કરે છે. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

22 ભાષાઓ સાથે ઇ-શ્રમ પોર્ટલને અપગ્રેડ કરવા માટે મંત્રાલયના ભાષિની પ્રોજેક્ટનો લાભ લેવામાં આવ્યો છે. અગાઉની આવૃત્તિ માત્ર અંગ્રેજી, હિન્દી, કન્નડ અને મરાઠીમાં જ ઉપલબ્ધ હતી.
આ સમાચાર પણ વાંચો : Gandhi Nagar Metro: મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ 9 જાન્યુઆરીએ સ્થગિત રહેશે
ડો.માંડવિયાએ પોતાના સંબોધનમાં ઈ-શ્રમ પ્લેટફોર્મ પર વધી રહેલા વિશ્વાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ પોર્ટલ પર અસંગઠિત કામદારો દ્વારા દરરોજ સરેરાશ 30,000થી વધુ રજિસ્ટ્રેશન નોંધાય છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ તમામ અસંગઠિત કામદારોને તેમના કલ્યાણ, આજીવિકા અને સુખાકારી માટે રચાયેલી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવા અપીલ કરી હતી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોર્ટલ પર નોંધણી સામાજિક સુરક્ષા યોજનાઓ અને પહેલોનાં વ્યાપને સુલભ કરશે. આજની તારીખે ભારત સરકારની 12 યોજનાઓની સુલભતા ઈ-શ્રમ પોર્ટલ મારફતે કરવામાં આવી છે. વિસ્તૃત પહોંચ માટે અને સાતત્યપૂર્ણ અને વપરાશકર્તા-કેન્દ્રિત અનુભવ સુનિશ્ચિત કરવા ડૉ. માંડવિયાએ ઉલ્લેખ કર્યો હતો કે, કોમન સર્વિસ સેન્ટર્સ, બેંક કોરસપોન્ડન્ટ્સ, પોસ્ટ ઓફિસ, MY Bharatનાં સ્વયંસેવકો વગેરે જેવા મધ્યસ્થીઓના સમાવેશને ચકાસવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય
શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ સુશ્રી સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે, મંત્રાલય ઇ-શ્રમને ‘વન સ્ટોપ સોલ્યુશન’ તરીકે સક્ષમ બનાવવા પર કામ કરી રહ્યું છે, જેથી અસંગઠિત કામદારોનાં કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલી સરકારી યોજનાઓની સાતત્યપૂર્ણ સુલભતા સુનિશ્ચિત થઈ શકે. તેમણે માહિતી આપી હતી કે, રાજ્ય સરકારોનાં પ્રસ્તુત કાર્યક્રમો સહિત તમામ પ્રસ્તુત સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓને ઇ-શ્રમ પોર્ટલ સાથે સંકલિત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઇ-શ્રમ પોર્ટલ પર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (બીઓસીડબ્લ્યુ) અને ગિગ અને પ્લેટફોર્મ કામદારોની નોંધણી મિશન-મોડ પર ચાલી રહી છે. સચિવ, એલએન્ડઇએ ઉલ્લેખ કર્યો હતો કે, ઇ-શ્રમ મોબાઇલ એપ લોંચ કરવી, વપરાશકર્તાઓ માટે સિંગલ સાઇન-ઓન સક્ષમ બનાવવા સિંગલ કોમન એપ્લિકેશન ફોર્મ પ્રસ્તુત કરવું અને સામાજિક સુરક્ષા લાભોની સુલભતાને વધુ સરળ બનાવવા પેમેન્ટ ગેટવે સાથે સંકલન કરવું જેવી આગામી કેટલીક પહેલો પર કામ ચાલી રહ્યું છે.

આ કાર્યક્રમ અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા વધારવાની દિશામાં સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને કલ્યાણકારી સેવાઓની તેમની સુલભતામાં સુધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.