ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ઉત્તરાખંડના ટિહરીમાં રસ્તા પર અચાનક પર્વત પરથી મોટા પથ્થરા પડવા લાગ્યા હતા. એ જ સમયે બે યુવક ત્યાંથી સ્કૂટી પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. સદનસીબે તેઓ ભેખડની ઝપેટમાં આવવાથી માંડમાંડ બચ્યા હતા. આ ઘટના હૃષીકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચંબાથી 15 કિમી દૂર નાગણી પેટ્રોલ પંપ પાસે બની હતી. પર્વત પરથી મોટા પથ્થરો પડવાને પગલે 12.30 વાગ્યે હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો, જેને કારણે એની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. વીજળી અને પાણીની લાઇનો સાથે, જડધાર ગામ તરફ જતો રસ્તો અને મુખ્ય દરવાજો પણ ભારે પથ્થર પડવાને કારણે નાશ પામ્યો હતો.
શિલોંગમાં ઉગ્રવાદી નેતાની હત્યાના વિરોધ પ્રદર્શનમાં ૧૧ સંગઠનોના કાર્યકર્તાઓની 'ચાકુ આત્મસમર્પણ' રૅલી; કરી આ માગણી
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં સોમવારે જ ભૂસ્ખલનની ઘટના પ્રકાશમાં આવી હતી. આ કારણે અહીં નૅશનલ હાઇવે બ્લૉક થઈ ગયો છે. રામપુરની જ્યોરીમાં પર્વત તૂટીને હાઇવે પર પડ્યો હતો. જોકે આ ઘટનામાં જાનમાલને કોઈ નુકસાન થયું નથી. જિલ્લા વહીવટી તંત્રે આ ઘટના પહેલાં જ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દીધું હતું. સાવચેતીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ પણ તહેનાત કરવામાં આવ્યા હતા. એને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : હૃષીકેશ-ગંગોત્રી હાઇવે પર અચાનક પડવા લાગ્યા મોટા પથ્થરો, માંડમાંડ બચ્યા સ્કૂટી સવારો; જુઓ વીડિયો..#Uttarakhand #Rishikesh #gangotri #landslide #viralvideo pic.twitter.com/tjZySkqZbo
— news continuous (@NewsContinuous) September 7, 2021