Site icon

Lavasa Project: મહારાષ્ટ્રમાં શરદ પવારનો લવાસા પ્રોજેક્ટ ખરીદનાર કંપની હવે ઈડીના રડાર પર, 9 સ્થળોએ દરોડા..

Lavasa Project:નાદારી ભોગવી રહેલા લવાસા પ્રોજેક્ટને ડાર્વિન કંપનીએ ખરીદ્યો હતો. પુણે જિલ્લાના મુલશી તાલુકામાં લવાસા પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે. દેશનું પ્રથમ ખાનગી હિલ સ્ટેશન 12,500 એકર જમીન પર સ્થાપિત કરવામાં આવ્યું છે.

Lavasa Project The company that bought Sharad Pawar's Lavasa project in Maharashtra is now on ED's radar, raids at 9 places..

Lavasa Project The company that bought Sharad Pawar's Lavasa project in Maharashtra is now on ED's radar, raids at 9 places..

News Continuous Bureau | Mumbai

Lavasa Project: પુણેમાં શરદ પવારનો ( Sharad Pawar ) પહેલો હિલ સ્ટેશન લવાસા પ્રોજેક્ટ હાલ મુશ્કેલીમાં ફસાયેલો છે. એક સમયે આ પ્રોજેક્ટ ખૂબ જ લોકપ્રિય હતો. હવે આ પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કારણ કે આ પ્રોજેક્ટ ખરીદનાર કંપની મુશ્કેલીનો સામનો કરી રહી છે. EDએ આમાં દિલ્હી, મુંબઈ, ગોવા અને અન્ય સ્થળોએ કંપનીની કુલ નવ જગ્યાએ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 78 લાખની રોકડ અને 2 લાખની વિદેશી ચલણ જપ્ત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, નાદારી ભોગવી રહેલા લવાસા પ્રોજેક્ટને ડાર્વિન કંપનીએ ( Darwin Company ) ખરીદ્યો હતો. પુણે ( pune ) જિલ્લાના મુલશી તાલુકામાં લવાસા પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે. દેશનું પ્રથમ ખાનગી હિલ સ્ટેશન ( Private Hill Station ) 12,500 એકર જમીન પર સ્થાપિત કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈના પ્રખ્યાત પંજાબી ઘસીટારામ હલવાઈના મેનેજિંગ ડાયરેક્ટર સહિત ચાર આરોપી વિરુદ્ધ કેસ નોંધાયો, 3ની ધરપકડ..

 ડાર્વિન ગ્રુપે લવાસાને હસ્તગત કરવા માટે રૂ. 1,814 કરોડની બોલી લગાવી હતી…

જો કે, થોડા સમય બાદ જ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. પછી ડાર્વિન કંપની આ પ્રોજેક્ટ હાથ ધરવા આગળ આવી હતી. આમાં મુંબઈ સ્થિત ડાર્વિન ગ્રુપે લવાસાને હસ્તગત કરવા માટે રૂ. 1,814 કરોડની બોલી લગાવી હતી. પરંતુ પ્રોજેક્ટ નાદાર થઈ ગયો હોવાથી, તેને NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ)ની મંજૂરીની જરૂર હતી. ડાર્વિન ગ્રૂપ MCLTની મંજૂરી બાદ જુલાઈ 2023માં પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ (લવાસા પ્રોજેક્ટ)ના ટ્રાન્ઝેક્શન પછી ડાર્વિન ગ્રુપ આઠ વર્ષમાં બેંકો અને ઘર ખરીદનારાઓને રૂ. 1,814 કરોડનું વળતર આપવાનું હતું. જો કે તેમાં હજી પણ બેંકોના 929 કરોડ બાકી છે. તેમજ મકાન ખરીદનાર લોકોને 438 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આપવાનું બાકી છે. તેથી હાલ આ પ્રોજેક્ટને લઈને ઈડીએ દરોડા પાડવાના ચાલુ કર્યા છે.

 

Budget 2026 Expectations: નિર્મલા સીતારમણ કેપિટલ ગેન્સ ટેક્સ સ્ટ્રક્ચરમાં કરી શકે છે મોટા ફેરફાર, રોકાણકારોને મળી શકે છે મોટી ટેક્સ રાહત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Exit mobile version