ન્યુઝ કંટીન્યુઝબ્યુરો.
મુંબઈ,9 એપ્રિલ 2021.
શુક્રવાર.
કોરોના મહામારીએ સામાન્ય જનતાને રાતા પાણીએ રડાવ્યા છે. આવો જ એક કિસ્સો બન્યો હમણાં મહારાષ્ટ્રના એક ગામમાં. મહારાષ્ટ્રના નંદુરબાર ગામમાં રહેતા એક વકીલે પોતાના પિતાને કોરોનાની સારવાર અર્થે સુરત લઈ જવા પડ્યા હતા. આ યુવાનની હૃદયદ્રાવક વ્યથા વાંચીને તમે પણ હેરાન થઈ જશો.
નંદુરબારના શારદા તાલુકાના મનોજ સાંબળે પોતાના પિતાને કોરોનાની સારવાર અર્થે ગુજરાત ના સુરત શહેરમાં લઈ ગયા હતા. મનોજના પિતાને કોરોના થયા બાદ તેમની તબિયત લથડતાં મનોજ નંદુરબાર સિવાય આજુબાજુ ના ગામ ધુલિયા અને જલગાવ માં સારવાર અર્થે તપાસ કરી પરંતુ ક્યાંય જ હોસ્પિટલમાં તેમને બેડ ની સુવિધા મળી નહીં. અંતે થાકીને તેઓ તેમના પિતા અને માતા ને લઈને સુરત પહોંચ્યા. સુરત હોસ્પિટલમાં પિતા ને દાખલ કર્યા પછી, મનોજ અને તેની માતાનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ સુરતની યુનિક હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધારે હોવાથી અને પોતાની પાસે પૈસાની અછત હોવાથી, મનોજ અને તેની માતા હોસ્પિટલના પગથીયા પર જ પોતાની સારવાર લઇ રહ્યા છે. જોકે હોસ્પિટલના ડોક્ટરો તેમને પુરેપુરો સહકાર આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે,મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયા અને જલગાંવ જેવા જિલ્લામાં ઓક્સિજન ની સુવિધા પણ નથી.
