344
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
અમરેલી
27 જાન્યુઆરી 2021
અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં અમૃતપુરા ગામ નજીક એક 75 વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે આ વૃદ્ધને દીપડાએ ફાડી ખાધો છે. આનાથી વધુ ચોંકાવનારી વિગત એમ છે કે તે વૃદ્ધના હાથ માં સાંકળ બંધાયેલી હતી. આ વૃદ્ધ કોણ છે અને તેના હાથમાં સાંકળ કેમ બંધાયેલી છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આ સંદર્ભે પોલીસ વિભાગ અને વનવિભાગ આમ બંને વિભાગે તપાસ ની કાર્યવાહી શરૂ કરી છે. હાલ તે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે.
પ્રશ્ન એ છે કે વૃદ્ધના હાથ માં સાકળ ક્યાંથી આવી? શું આ વ્યક્તિ ના હાથ કોઈએ બાંધી રાખ્યા હતા? હવે તમામ વિગતથી તપાસ ચાલુ છે
You Might Be Interested In
