ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
પાટનગર દિલ્હીમાં વીક એન્ડ કરફ્યુ હટાવવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને ઉપરાજ્યપાલh અનિલ બૈજલે ફગાવી દીધો છે.
ઉપરાજ્યપાલ નું કહેવું છે કે, હજી કેટલાક દિવસો સુધી રાજધાનીમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. જો એ પછી સ્થિતિ સામાન્ય થાય તો આગળ વિચારણા કરવામાં આવશે.
એટલે કે, રાજધાનીમાં શનિવાર અને રવિવાર વીક એન્ડ કરફ્યુ ચાલુ રહેશે અને તમામ ખાનગી ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે જ કાર્યરત રહેશે.
સાથે જ બજારોમાં ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાનું પણ ચાલુ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઉપરાજ્યપાલ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન છે અને તેમની મંજૂરી વગર દિલ્હીમાં વીક એન્ડ કરફ્યૂ નહીં હટે.