ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં કોરોના એ વધું એક જિલ્લાને પોતાની અડફેટમાં લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યના બીડ જિલ્લામાં આગામી ૨૬ માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. નાગપુર , પુના અને મુંબઈ પછી હવે બીડ જિલ્લામાં પણ કોરોના નો પ્રકોપ વધતો જાય છે. તેથી જ પ્રશાસને દસ દિવસના સંપૂર્ણ લોકડાઉન નો નિર્ણય કર્યો છે.જોકે આ દસ દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહેશે.
મહારાષ્ટ્રમાં નાગપુર, પુના ,મુંબઈ, ઔરંગાબાદ અને અહમદનગર સહિત તમામ જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.જ્યારે દેશના ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોના ઘણા શહેરોમાં પણ કોરોના ના કારણે પ્રતિબંધો લાગ્યા છે.
દેશભરમાં કોરોના ના જેટલા કેસ છે એના અડધાથી વધારે માત્ર મહારાષ્ટ્રમાં. જાણો તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં મંગળવારે ૨૮ હજારથી વધુ કોરોના ના કેસ નોંધાયા હતા