ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 31 માર્ચ થી 9 એપ્રિલ સુધી lockdown નો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ જિલ્લા અધિકારી સુનિલ ચૌહાણ એ lockdown રદ કરી દીધું છે.
કોરોના ના વધતા પ્રકોપને રોકવા ઔરંગાબાદમાં દસ દિવસનું lockdown જાહેર કરાયું હતું. પરંતુ હવે આ lockdown રદ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારી અને જિલ્લા અધિકારી એ એક પત્રકાર પરિષદ યોજીને ઘોષણા કરી હતી. સુનિલ ચૌહાણ એ વધુમાં જણાવ્યું હતું કે તેમણે એનજીઓ અને ડૉક્ટરની સલાહ લઈને lockdown રદ્ કરવાનો નિર્ણય લીધો છે.જોકે પહેલા જાહેર કરાયેલા lockdown ના પગલે બજારમાં સામાન લેવા માટે લોકોની ઘણી ભીડ ઉમટી હતી.
ઉલ્લેખનીય છે કે, સુનિલ ચૌહાણ ના નિર્ણય નો ભાજપ અને મનસે ના નેતાઓ સાથે વિરોધ પક્ષના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો.AIMIM ને અધ્યક્ષ ઈમ્તિયાઝ જલીલ એ તો નિર્ણયના વિરોધમાં આંદોલન કરવાની ધમકી પણ આપી છે.