ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
કોરોનાના બેકાબૂ થતા કેસને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ૧૫ મે સુધીનું લોકડાઉન લગાવ્યું હતું. હવે મહારાષ્ટ્ર સરકારે નવો આદેશ બહાર પાડી આ મુદત વધારી દીધી છે. રાજ્યમાં હવે ૧ જૂનના સવારે ૭ વાગ્યા સુધી જૂના તમામ પ્રતિબંધો લાગુ રહેશે. તે ઉપરાંત સરકારે અમુક નવા પ્રતિબંધો પણ લગાવ્યા છે.
નવા આદેશ મુજબ અન્ય કોઈ પણ રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવનાર વ્યક્તિ પાસે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટનો ૪૮ કલાકની અંદર કરાવેલો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ જરૂરી બનાવાયો છે. ટ્રાન્સપોર્ટ ટ્રકમાં હવે ડ્રાઇવર સાથે માત્ર એક જ હેલ્પર/ક્લીનરને પરવાનગી મળશે. રાજ્યની બહારથી આવતા ટ્રક-ડ્રાઇવર અને ક્લીનર માટે આરટીપીસીઆર ફરજિયાત બનાવાયો છે. સ્થાનિક માર્કેટ અને એપીએમસીમાં ભીડ ન થાય તેની જવાબદારી ડીએમએને આપવામાં આવી છે. દેશના કોઈપણ ભાગમાંથી રાજ્યમાં આવતી કોઈપણ વ્યક્તિને "સેન્સિટિવ ઓરિજિન"ના સ્થળોએથી આવતા લોકો માટે અગાઉના આદેશો મુજબ તમામ પ્રતિબંધો લાગુ થશે. તે ઉપરાંત એરપોર્ટ અને પોર્ટ સાથે જોડાયેલા અધિકારીઓને દવાઓ અને મેડિકલ સાધનોની હેરફેર માટે લોકલ, મોનો અને મેટ્રોમાં પ્રવાસની છૂટ આપવામાં આવી છે.
કોરોનાના કપરા કાળ વચ્ચે ગુજરાત પર આવી તુફાની આફત; હવામાન વિભાગે આપી આ ચેતવણી, જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે ૧૮ અપ્રિલના રોજ રાજ્યમાં કોરોના દર્દીઓનો દૈનિક આંકડો ૬૮,૦૦૦ હજારને આંબી જતાં સરકારે કડક પ્રતિબંધો લગાવ્યા હતા. તે બાદ કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે મહારાષ્ટ્રમાં ૪૬,૭૮૧ કેસ નોંધાયા હતા.