253
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 30 એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે પહેલાં જ જાહેરાત કરી હતી કે પહેલી મે પછી લોકડાઉન ને લંબાવવામાં આવશે. હવે આ સંદર્ભે તેના આદેશ બહાર પાડી દેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ હવે ૧૫મી મે સવારે 07:00 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે.
આ દરમિયાન સરકારે જે અગાઉ આદેશો અને છૂટછાટ આપી છે તે આદેશ અને તે છૂટછાટ જેમની તેમ રહેશે. તે સંદર્ભે સરકારે કોઈપણ પ્રકારનો બદલાવ કર્યો નથી. આ મામલે કોઇપણ પ્રકારનો બદલાવ કરવાનો હશે તો તેની માટે નોટિફિકેશન અને આદેશ જાહેર કરવામાં આવશે.
કોરોના ના સમયગાળા દરમિયાન પણ પીળું ચમકતું સોનુ જ ભારતીયોની પહેલી પસંદ છે. આયાત વધી… જાણો આંકડા…
You Might Be Interested In