News Continuous Bureau | Mumbai
Lonavala : વરસાદની મોસમ આવતા જ દરેક લોકો બહાર ફરવા જવાના પ્લાન બનાવે છે. ખાસ કરીને હિલ સ્ટેશનો, પરંતુ વરસાદમાં, અમુક સ્થળોની મુલાકાત લેવાની મજા જ નહીં મનને શાંતિ પણ આપે છે જેમ કે – મુંબઈ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે. પરંતુ મહારાષ્ટ્રનું લોનાવલા દરેક પ્રવાસન સ્થળોની યાદીમાં ટોચ પર છે. કારણ કે આ એક એવી જગ્યા છે જ્યાં હવામાન ખૂબ સારું છે.
Lonavala : જુઓ મનમોહક નજારો
Wow. Finally. Heaven on planet. Lonavala at it’s best☁️☁️ #MumbaiRains #Lonavala pic.twitter.com/Wafs4SuKnR
— Mumbai Nowcast (@MumbaiNowcast) June 17, 2024
અહીં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વાતાવરણ આહલાદક બન્યું હતું. બદલાયેલા મોસમથી પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. વરસાદી મહોલની વચ્ચે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતાં વાતારવણ અદભૂત બની ગયું હતું. આ નજારો જોઈને એવું લાગે છે જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય..
આ સમાચાર પણ વાંચો : Modi 3.0 Budget: નાણામંત્રી નિર્મલા સીતારામન આ તારીખે પ્રી-બજેટ બેઠક કરશે, આ મુખ્ય મુદ્દા પર ધ્યાન હશે કેન્દ્રિત..
પશ્ચિમ ઘાટની લીલીછમ હરિયાળીમાં વસેલું, લોનાવાલા ભારતના રાજ્યનું એક આકર્ષક હિલ સ્ટેશન છે. લીલીછમ ટેકરીઓ અને ધોધ સાથે ચોમાસામાં આ સ્થળ વધુ સુંદર લાગે છે. પ્રાકૃતિક સૌંદર્ય અને આહલાદક હવામાન તેને પરફેક્ટ મોનસૂન પ્લેસ બનાવે છે.