News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના સૌથી નજીકના હિલ સ્ટેશન(Hill Station) લોનાવલા(LOnavala)માં જોરદાર વરસાદ(Rain) પડી રહ્યો છે. લોનાવલામાં અત્યાર સુધીમાં 907 મીમી વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 492 મીમી વરસાદ પડ્યો છે.
વીકએન્ડમાં મોટાભાગના મુંબઈગરા પોતાના માનીતા પર્યટન સ્થળ લોનાવાલા પહોંચી જતા હોય છે. જોકે હાલ મહારાષ્ટ્ર(Maharashtra)ના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેમા પણ લોનાવાલામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે લોનાવાલામાં હાહાકાર મચી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : પાંચ વર્ષ પછી ભારત દેશમાં પેટ્રોલ નહીં મળે- આ કેન્દ્રીય મંત્રીએ બ્લુ પ્રિન્ટ લોકો સામે રાખી
હવામાન ખાતા(IMD)બ 24 કલાકમાં લગભગ સિઝનમાં સૌથી વધુ 180 મીમી(સાડા સાત ઈંચ) વરસાદ નોંધાયો છે. લોનાવલામાં અત્યાર સુધીમાં 907 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 492 મીમી વરસાદ પડ્યો છે. ગત વર્ષે આજ સુધીમાં 1132 મીમી વરસાદ નોંધાયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા(IMD)ના જણાવ્યા મુજબ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી ચારથી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા અને કોલ્હાપુર આજે રેડ એલર્ટ પર છે. મરાઠવાડા(Marathawada)માં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વિદર્ભમાં પણ સારા વરસાદની આગાહી કરી છે.