News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજનીતિ માં મોટું માથું ગણાતા અને હાલ કેન્દ્ર સરકારમાં પરિવહન મંત્રી ની જવાબદારી નિભાવનાર નીતિન ગડકરી(Union Minister Nitin Gadkari)એ એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે પાંચ વર્ષ પછી ભારત દેશની અંદર પેટ્રોલ(Petrol) નહીં મળે. તેઓ આકોલા(Akola) ખાતે કૃષિ વિદ્યાપીઠ ના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા. આ સમયે તેમને ડોક્ટરની ડિગ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઉપસ્થિત જન સમુદાય સામે તેમણે પેટ્રોલના વધી રહેલા ભાવ સંદર્ભે વક્તવ્ય આપતા કહ્યું કે આગામી પાંચ વર્ષની અંદર ભારત(India) દેશમાંથી પેટ્રોલ હદપાર થશે. જે રીતે ઇલેક્ટ્રિક વાહનો(electrick vehicle)નું ચલણ આગળ વધી રહ્યું છે તેમ જ ભારત દેશમાં વીજળી ઉત્પાદન વધશે તેનાથી લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ આગળ વધશે અને પેટ્રોલની ખપત ઓછી થશે.
આ સમાચાર પણ વાંચો : આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં- મહારાષ્ટ્રના અનેક નેતાઓની દિલની ધડકન વધી ગઈ- મોવડી મંડળની હાજરીમાં આ વાત નક્કી થશે
ઉલ્લેખનીય છે કે આજે પેટ્રોલના વધતા ભાવને કારણે લોકો પરેશાન છે. પરંતુ બે પૈડાના વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનો મોટી સંખ્યામાં રસ્તા પર આવી રહ્યા છે. આગામી એક અથવા બે વર્ષની અંદર ભારત દેશમાં મોટા પાયે ઈલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન થશે અને લોકો તેને વાપરશે.