ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020
ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અટકાવવા યોગી સરકારે એક કાયદો બનાવ્યો છે. તે બાદ, રાજધાની લખનૌમાં પોલીસે મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન થતાં અટકાવ્યા કર્યા. યુપી પોલીસે લગ્ન બંધ કરવા માટે નવા વટહુકમની કોપી થમાવી દીધી હતી.
વાત જાણે એમ છે કે બુધવારે લખનૌના પારા વિસ્તારમાં એક લગ્ન યોજવામાં આવ્યા હતા, ધાર્મિક વિધિઓ શરૂ થવાના થોડી મિનિટો પહેલા જ પોલીસ લગ્ન સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગયી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોને પહેલા લગ્ન માટે લખનઉ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવાનું કહેવામાં આવ્યું છે.
લખનૌ પોલીસના વરિષ્ઠ અધિકારી સુરેશચંદ્ર રાવતે મીડિયાને જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બરે અમને જાણ કરવામાં આવી હતી કે એક સમુદાયની છોકરી બીજા સમુદાયના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. અમે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ગેરકાયદેસર રૂપાંતર અંગેના નવા વટહુકમની નકલ તેમને આપી હતી. નવો કાયદા મુજબ બંને પક્ષો લેખિતમાં સંમત થયા છે કે "અમે આ સંબંધમાં ડીએમ (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ) ને જાણ કર્યા કરી અને તેમની મંજૂરી મેળવી લીધા પછી જ લગ્ન સાથે આગળ વધશું. ”
આ લગ્ન યુવતીની સંમતિથી થઈ રહ્યા હતા અને યુવક તેનો બચપનનો મિત્ર હોવાથી લગ્નને બંને પરિવારોની સંમતિથી પણ મળી હતી. બંને પરિવારોની મરજી મુજબ લગ્ન બંને વિધિ થી થવાના હતાં. પહેલા હિન્દૂ વિધિ અને બાદમાં મુસ્લિમ વિધિથી. પરંતુ નવા કાનૂન મુજબ DM ની મંજૂરી ન લીધી હોવાથી પોલીસે આ આંતરધર્મિય લગ્ન અટકાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે કાનૂની આવશ્યકતાઓ પૂરી કર્યા પછી બંને પરિવારો લગ્નનો કાર્યક્રમ આગળ ધપાવશે.