Site icon

આંતરધર્મિય લગ્ન પરિવારની મંજુરીથી થઈ રહયાં હતાં.. ત્યાંજ ફિલ્મી સ્ટાઇલ માં અચાનક ઉત્તરપ્રદેશ પોલીસ ટપકી પડી.. પછી શું થયું? તે જાણો…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020 

ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અટકાવવા યોગી સરકારે એક કાયદો બનાવ્યો છે. તે બાદ, રાજધાની લખનૌમાં પોલીસે મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન થતાં અટકાવ્યા કર્યા. યુપી પોલીસે લગ્ન બંધ કરવા માટે નવા  વટહુકમની કોપી થમાવી દીધી હતી. 

Join Our WhatsApp Community

વાત જાણે એમ છે કે બુધવારે લખનૌના પારા વિસ્તારમાં એક લગ્ન યોજવામાં આવ્યા હતા, ધાર્મિક વિધિઓ શરૂ થવાના થોડી મિનિટો પહેલા જ પોલીસ લગ્ન સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગયી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોને પહેલા લગ્ન માટે લખનઉ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવાનું કહેવામાં આવ્યું છે. 

લખનૌ પોલીસના વરિષ્ઠ અધિકારી સુરેશચંદ્ર રાવતે મીડિયાને જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બરે અમને જાણ કરવામાં આવી હતી કે એક સમુદાયની છોકરી બીજા સમુદાયના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. અમે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ગેરકાયદેસર રૂપાંતર અંગેના નવા વટહુકમની નકલ તેમને આપી હતી. નવો કાયદા મુજબ બંને પક્ષો લેખિતમાં સંમત થયા છે કે "અમે આ સંબંધમાં ડીએમ (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ) ને જાણ કર્યા કરી અને તેમની મંજૂરી મેળવી લીધા પછી જ લગ્ન સાથે આગળ વધશું. ” 

આ લગ્ન યુવતીની સંમતિથી થઈ રહ્યા હતા અને યુવક તેનો બચપનનો મિત્ર હોવાથી લગ્નને બંને પરિવારોની સંમતિથી પણ મળી હતી. બંને પરિવારોની મરજી મુજબ લગ્ન બંને વિધિ થી થવાના હતાં. પહેલા હિન્દૂ વિધિ અને બાદમાં મુસ્લિમ વિધિથી.  પરંતુ નવા કાનૂન મુજબ DM ની મંજૂરી ન લીધી હોવાથી પોલીસે આ આંતરધર્મિય લગ્ન અટકાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે હવે કાનૂની આવશ્યકતાઓ પૂરી કર્યા પછી બંને પરિવારો લગ્નનો કાર્યક્રમ આગળ ધપાવશે.

Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Exit mobile version