ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
કોંંગ્રેસની સરકાર ઉથલાવી મુખ્યમંત્રી બનેલા મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ મંત્રીમંડળનું 100 દિવસ પછી વિસ્તરણ કરવામાં આવ્યું છે. કુલ 28 નવા મંત્રીઓ બન્યા છે. જેમાં 12 મંત્રીઓ કોંગ્રેસમાંથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધીયા ગ્રુપના છે. રાજભવનમાં આયોજિત આ સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લેનારા મંત્રીઓમાં ભાજપના 16, સિંધિયા સમર્થક 9 અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતા સામેલ છે. જોકે શિવરાજસિંહના ગત મંત્રીમંડળના પ્રમુખ ચહેરાઓ ગોપાલ ભાર્ગવ, ભૂપેન્દ્રસિંહ, યશોધરા રાજે સિંધિયા, વિજય શાહ સાથે આ વખતે નવા નેતાઓને પણ તક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કુલ 16 નેતાઓમાંથી 7 શિવરાજની ગત કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે જ્યારે 9 નવા ચહેરા છે. જેમણે પહેલીવાર મંત્રીપદના શપથ લીધા. સિંધિયા સમર્થક 9 નેતાઓ પણ શિવરાજ કેબિનેટનો ભાગ બન્યાં છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતાઓને પણ શિવરાજ મંત્રીમંડળમાં શામેલ કરવા પર ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પોતાની સહમતિ આપી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
 
			         
			        