News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ઔરંગાબાદમાં(Aurangabad) રેલીનું(Rally) આયોજન કર્યું હતું. આ રેલી રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) પહેલા થનાર છેલ્લી રેલી હતી. એવી અપેક્ષા હતી કે આ રેલીમાં મુખ્યમંત્રી ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરશે. પરંતુ મુખ્યમંત્રીએ આવું કશું કહ્યું નહીં. આટલું જ નહીં પણ મુખ્યમંત્રીએ એકેય મોટી જાહેરાત પણ કરી નથી. જોકે રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી(BJP) પર આક્ષેપોનો મારો ચલાવતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માતોશ્રી(Matoshree) ની બહાર નહીં પરંતુ કાશ્મીર માં જઈને હનુમાન ચાલીસા(Hanuman Chalisa) નું પઠન કરવું જોઈએ. મુસ્લિમ(Muslim) મતો મેળવવા માટે તેમણે જણાવ્યું હતું કે બાલાસાહેબ ઠાકરેને(Balasaheb Thackeray) કદી મુસલમાનો થી તકલીફ નહોતી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે