Site icon

મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર, મુંબઈમાં શિક્ષણ મંત્રીના નિવાસસ્થાન સામે કર્યો વિરોધ પ્રદર્શન; જાણો શું સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં  હવે કોરોનાની ત્રીજી લહેર હવે ધીમે ધીમે ઓસરી રહી છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં હવે નિયમો હળવા થઇ રહ્યા છે અને પરિસ્થિતિ થાળે પડી રહી છે. આ દરમિયાન રાજ્યમાં સ્કૂલો પણ ઓફલાઈન શરૂ થઈ ગઈ છે તેવામાં મહારાષ્ટ્રમાં 10 અને 12ની બોર્ડની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરીને ઓનલાઈન લેવા મુદ્દે વિદ્યાર્થીઓએ ધિંગાણું મચાવ્યું છે. આ મુદ્દે ધારાવી સહિત નાગપુર, ઔરંગાબાદ અને ઉસ્માનાબાદમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેટલીક જગ્યાએ તોડફોડ પણ કરી હતી. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ધારાવીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને તેમણે આ વર્ષે ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન પરીક્ષા લેવા માંગ કરી હતી. વિદ્યાર્થીઓની દલીલ છે કે જ્યારે અભ્યાસ ઓનલાઈન થયો છે તો પછી પરીક્ષા ઓફલાઈન શા માટે લેવામાં આવી રહી છે. અહીં નોંધનીય છે કે રવિવારે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે, 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ઑફલાઇન અને સમયપત્રક મુજબ યોજાશે. જોકે આ નિર્ણય વિદ્યાર્થીઓને માન્ય ન હોય તેમ લાગી રહ્યું છે.  

સોશિયલ મીડિયા પર રાજકીય લડાઈ, આ રાજ્યના રાજ્યપાલે કર્યું એવું ટ્વિટ કે CMએ તેમને ટ્વિટર પર કરી નાખ્યા બ્લોક; જાણો વિગતે

દરમિયાન, ધારાવીમાં આંદોલનકારી વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ સોશિયલ મીડિયા સ્ટાર 'હિન્દુસ્તાની ભાઉ' એટલે કે વિકાસ પાઠકની અપીલ બાદ રસ્તા પર ઉતર્યા છે. સરકારને ચેતવણી આપતા હિન્દુસ્તાની ભાઉનો એક વીડિયો પણ વાયરલ થયો છે. હવે પોલીસે આ મુદ્દે તેની સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થીઓના આંદોલન પર પ્રતિક્રિયા આપતા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે જે પણ માંગણીઓ છે તેની પર ચર્ચા થઈ શકે છે, આંદોલનની શું જરૂર છે? શિક્ષણ રાજ્ય મંત્રી બચ્ચુ કડુએ કહ્યું કે, જાણ કર્યા વિના આંદોલન કરવું ખોટું છે. આવતીકાલે (1 ફેબ્રુઆરી) આ મુદ્દે ચર્ચા કરવા અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવશે.

કાંદિવલીના ચારકોપ માં નારાજ રહેવાસીઓ લટકાવ્યા આવા બેનર, કર્યો પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર; જુઓ તસવીરો, જાણો વિગત

Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Exit mobile version