Site icon News Continuous Bureau | Mumbai

માત્ર પ્લાસ્ટિક પ્રોડક્ટ નહીં પરંતુ તેના ઉત્પાદન પર પણ પ્રતિબંધ- મહારાષ્ટ્રમાં સરકારે લીધો મોટો નિર્ણય

Is plastic waste recycling really making a difference?

શું પ્લાસ્ટિકના કચરાના રિસાઇકલિંગ થી ખરેખર ફેર પડી રહ્યો છે?

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) મંગળવારે પ્લાસ્ટિક લેમિનેશન(Plastic lamination) અને પ્લાસ્ટિક લેયર(Plastic layer) ધરાવતી પ્રોડક્ટ પર પ્રતિબંધ(Restriction) મૂકવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગથી(Using plastic) સર્જાતી ગંભીર સમસ્યાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath shinde) પ્લાસ્ટિક પ્રતિબંધના(Plastic Ban) નિયમમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

કેન્દ્ર સરકારે(Central Govt) પહેલી જુલાઈ, 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક(Single use plastic) પર પ્રતિબંધ મૂક્યો છે અને મુખ્યમંત્રી શિંદેએ રાજ્યમાં આ પ્રતિબંધનો કડક અમલ કરવા સૂચના આપી છે.  રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે મહારાષ્ટ્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

રાજ્યમાં પ્લાસ્ટિક પ્રતિબંધના અસરકારક અમલીકરણ માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. સમિતિએ તેની 7 જુલાઈની બેઠકમાં મહારાષ્ટ્ર પ્લાસ્ટિક અને થર્મોકોલ પ્રોડક્ટ્સ નોટિફિકેશન(Thermocol Products Notification) 2018માં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. તદનુસાર, રાજ્ય સરકારે તારીખ 15 જુલાઈ 2022 ના જાહેરનામા દ્વારા પ્લાસ્ટિક લેમિનેશન(Plastic lamination) અને પ્લાસ્ટિક લેયર ધરાવતા ઉત્પાદનો પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો :  દમ લગા કે હૈશા- જાડાપણા સંદર્ભે વડાપ્રધાનની ટકોર પછી આ નેતાએ વજન ઘટાડવાનું શરૂ કર્યું- જુઓ વિડીયો

આ ઉત્પાદનો પર પ્રતિબંધ

આ સુધારા પછી, પ્લાસ્ટિક કોટિંગ(Plastic coating) (કોટિંગ) અને પ્લાસ્ટિક લેયર (લેમિનેટેડ) સાથે કાગળ અથવા એલ્યુમિનિયમ(Aluminum) વગેરેથી બનેલી નિકાલજોગ ડીશ(Disposable dishes), કપ, પ્લેટ, ગ્લાસ, કાંટો, બાઉલ, કન્ટેનર વગેરેના સિંગલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પ્રતિબંધ પાછળનો મુખ્ય ઉદ્દેશ દૈનિક કચરામાં પ્લાસ્ટિકનો કચરો ઘટાડવાનો છે.

અહીં ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના કપ, પ્લેટ, બાઉલ, ચમચી, કન્ટેનર વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ છે. પરંતુ હાલમાં પ્લાસ્ટિક કોટેડ અથવા પ્લાસ્ટિક લેમિનેટેડ ઉત્પાદનોનો વ્યાપકપણે ઉપયોગ કાગળના નામથી થાય છે જેમ કે ડીશ, કન્ટેનર, ગ્લાસ, કપ વગેરે. આ તમામ વસ્તુઓમાં પ્લાસ્ટિક પણ હોય છે.
 

Mumbai Ahmedabad Bullet Train Completion Target મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય જમીનથી ૧૦૦ ફૂટ નીચે અદ્યતન સ્ટેશન અને અંડરવોટર ટનલ તૈયાર
Maharashtra MLC Election Rift In Mahayuti MLC પરિણામો બાદ મહાયુતિમાં આંતરિક વિખવાદ વકર્યો નાગપુરપુણેમાં પરાજય બદલ શિંદે જૂથ પર દોષારોપણ, ભાજપ એક્શન મોડમાં
Ineligible Candidate Wins Election In Rajasthan ચૂંટણી પંચ પણ સ્તબ્ધ! જે ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા, તેમણે જ ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ; જુઓ અહેવાલ
Maharashtra MLC Election સંઘના ગઢમાં કમળ કરમાયું.. નાગપુરમાં સંઘ મુખ્યાલયની બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય, કોંગ્રેસે નોંધાવી જીત
Exit mobile version