Site icon

Maharashtra Congress Candidate list: મહારાષ્ટ્રમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેની બીજી યાદી જાહેર કરી, નીતિન ગડકરી સામે વિકાસ ઠાકરેને મળી ટીકીટ..

Maharashtra Congress Candidate list: આ પહેલા કોંગ્રેસે મહારાષ્ટ્રમાં લોકસભાની સાત બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ બાદ કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે તેમની ચોથી યાદી જાહેર કરી હતી.

Maharashtra Congress Candidate list Congress announced its second list for Lok Sabha elections in Maharashtra, Vikas Thackeray got ticket against Nitin Gadkari..

Maharashtra Congress Candidate list Congress announced its second list for Lok Sabha elections in Maharashtra, Vikas Thackeray got ticket against Nitin Gadkari..

News Continuous Bureau | Mumbai 

Maharashtra Congress Candidate list: મહારાષ્ટ્રમાં કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે હવે વિકાસ ઠાકરેને ( Vikas Thakre )  ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય રામટેક સીટથી રશ્મિ શ્યામકુમાર બર્વે, ભંડારા-ગોંદિયા સીટથી પ્રશાંત યાદવરાવ પાડોલે અને ગઢચિરોલી ચિમુર સીટથી નામદેવ દાસારામ કિરસનને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે તેમની ચોથી યાદી જાહેર કરી હતી.  

Join Our WhatsApp Community

વાત કરીએ નિતિન ગડકરી ( Nitin Gadkari ) સામે ચૂંટણીના ( Lok sabha election ) મેદાનમાં ઉભા રહેનારા  વિકાસ ઠાકરે હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. તેઓ પશ્ચિમ નાગપુર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ નાગપુર ( Nagpur ) શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને AICCના સભ્ય છે.

જો કે, આ પહેલા કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ( Maharashtra  ) લોકસભાની સાત બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે.

 મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો માટે 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં મતદાન થશે…

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં લોકસભાની ( Lok sabha seat ) કુલ 48 બેઠકો માટે 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે પાંચ સંસદીય બેઠકો રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર અને ચંદ્રપુર લોકસભા સીટ પર મતદાન થશે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024: દિલ્હીમાં કેજરીવાલની ધરપકડ બાદ હવે INDIA ગઠબંધન આવ્યું એક મંચ પર, 31 માર્ચે કરશે મેગા રેલીનું આયોજન..

તો બીજા તબક્કામાં બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ-વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી એમ આઠ સીટો પર 26 એપ્રિલે મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ 11 લોકસભા સીટ પર થશે. જેમાં રાયગઢ, બારામતી, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માધા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હટકનાંગલેનો સમાવેશ થાય છે.

તેમજ ચોથા તબક્કામાં 13 મેના રોજ નંદુરબાર, જલગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર), માવલ, પુણે, શિરુર, અહમદનગર, શિરડી અને બીડની 11 બેઠકો પર મતદાન થશે.

તો ધુલે, ડિંડોરી, નાસિક, પાલઘર, ભિવંડી, કલ્યાણ, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ મધ્ય અને મુંબઈ દક્ષિણ એમ 13 બેઠકો માટે 20 મેના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. .ECI એ કહ્યું કે દેશની બાકીની સાથે મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો માટે મતોની ગણતરી 4 જૂને કરવામાં આવશે.

Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
India EU FTA: ટ્રમ્પ ને લાગશે 440 વોલ્ટ નો ઝટકો! અમેરિકા સાથે તણાવ વચ્ચે આ દેશો ભારત સાથે ટેરિફ વગર વેપાર કરશે
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version