મહારાષ્ટ્રમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે, નાગપુર માર્કેટમાં મોટી ભીડ ઉમટેલી જોવા મળી; જુઓ તસવીરો, જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

બુધવાર.  

મહારાષ્ટ્રમાં દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં બજારમાં ઘણી બેદરકારી જોવા મળી રહી છે. બજારમાં કોરોના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે નાગપુર માર્કેટમાં મોટી ભીડ ઉમટેલી જોવા મળી છે. નાગપુરના સીતાબુલડી મેઈન રોડ પર હજારો લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા. વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે જે તસવીરો સામે આવી છે તે ભયજનક છે. એક તરફ, રાજ્યમાં દરરોજ કોરોનાના વિસ્ફોટક કેસ સામે આવી રહ્યા છે, તો બીજી તરફ, માસ્ક વિના બજારોમાં પહોંચતા લોકોએ આશ્ચર્ય ઉભુ કર્યું છે.

નાગપુરના બજારમાં ઘણા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા, જેમાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિયાળાની ઋતુમાં ગરમ?? કપડા ખરીદવા માટે નાગપુરના બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે. બજારોમાં ઘણી મહિલાઓ માસ્ક વગર જોવા મળે છે. તે જ સમયે, રસ્તાઓ પર મોટી સંખ્યામાં વાહનો પણ જોવા મળે છે. 

વેપારીઓને રાહતઃ કેન્દ્ર સરકારે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારી આપી જાણો વિગત

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે નાગપુરમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ દેખાઈ રહ્યા છે. રવિવારે નાગપુરમાં ૮૩૨ નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, એક દિવસમાં ૯૬ લોકો સંક્રમણથી સ્વસ્થ થયા. રવિવાર સુધી, નાગપુર જિલ્લામાં કોરોનાના ૩૩૪૫ સક્રિય કેસ હતા.

 

Maharashtra: Huge crowd in Nagpur's Sitabuldi main road market) amid surging COVID cases pic.twitter.com/Z0LlFGltDN

— ANI (@ANI) January 10, 2022

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment