ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાને કારણે શહેરથી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં જનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. મહારાષ્ટ્ર સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે સરકારી પરવાનગી ફરજિયાત બનાવી છે. જેને કારણે લોકો એકથી બીજા સ્થાન પર નથી જઈ શકતા.
આ પરિસ્થિતિમાં મધ્ય રેલવેએ 10મી મે સુધી દસ જેટલી ટ્રેનોને રદ કરી દીધી છે. રદ કરવામાં આવેલી ટ્રેનોની સુચી નીચે મુજબ છે.
૧. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી મનમાડ
૨. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી પુના
૩. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી લાતુર
૪. દાદર થી શિરડી સાઇ નગર એક્સપ્રેસ
૫. છત્રપતિ શિવાજી ટર્મિનસ ના થી નાગપુર એક્સપ્રેસ
૬. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી કોલ્હાપુર એક્સપ્રેસ
૭. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી અમરાવતી એક્સપ્રેસ
૮. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી જાલના જતી ટ્રેન રદ કરવામાં આવી છે.
આખરે સાધુઓએ વડાપ્રધાનનું કહ્યું માન્યું, આખરી શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે સાધુ હાજર રહ્યા…