ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જૂન 2021
શનિવાર
અનલૉકને પગલે લગ્નની મોસમ હોવા છતાં માહોલ ફિક્કો જણાતો હતો. હવે જોકે મહારાષ્ટ્ર સરકારે અનલૉકમાં અનેક પ્રકારની રાહત આપી છે. લગ્નપ્રસંગ સહિતના અનેક કાર્યક્રમનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે તેમ જ લોકોને એમાં જોડવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમ મુજબ પહેલા લેવલમાં આવતા શહેર અને જિલ્લામાં લગ્નપ્રસંગ સહિતના કાર્યક્રમ પર કોઈ જાતના પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી. એથી અહીં રહેતા નાગરિકો લગ્નપ્રસંગ સહિતના કાર્યક્રમમાં હાજરી આપી શકશે. જોકે કોરોના સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
હવે દર ગુરુવારે ખતરાની ઘંટી વાગશે. કેમ? જાણો અહીં
બીજા લેવલમાં આવતાં શહેરોમાં લગ્નમાં 50 ટકા લોકોની હાજરીને મંજૂરી છે. ત્રીજા લેવલમાં પણ 50 ટકા સુધીની ક્ષમતા મુજબ લોકો હાજર રહી શકશે. જોકે ચોથા લેવલમાં આવતાં શહેરોમાં લગ્નપ્રસંગમાં માત્ર 25 લોકોની હાજરીને મંજૂરી રહેશે. જ્યારે પાંચમા લેવલમાં આવતા શહેર અને જિલ્લામાં નિયમ વધુ આકરા હશે.