ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
કાર્ડેલિયા ક્રુઝની રેવ પાર્ટીના કેસમાં ધીમે-ધીમે નવો વળાંક આવતાં કેસમાં ગરમારો આવતો જણાય છે.
કાર્ડેલિયા ક્રુઝની રેવ પાર્ટીમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન સામેલ છે. હવે આ કેસમાં બીજી માહિતી બહાર આવી રહી છે. જે મુજબ મહારાષ્ટ્ર સરકારના એક નેતાનો પુત્ર પણ તે રાત્રે ક્રૂઝ પર હતો.
મુંબઈની સ્થાનિક કોર્ટે આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટને 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ, સૂત્રોના જણાવ્યા મુજબ, જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ, પુણેના એક મોટા નેતાનો પુત્ર પણ આ રેવ પાર્ટીમાં હાજર હતો. જ્યારે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી અને યુવકોને પકડવાનું શરૂ કર્યું, ત્યારે નેતાનો પુત્ર ત્યાંથી ભાગી ગયો હતો.
શું મુંબઈ હવે સુરક્ષિત છે? કોરોનાની ત્રીજી લહેર નહીં આવે? પાલિકાએ કોર્ટને કહી આ વાત: જાણો વિગત
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, પુણેના આ નેતા મહારાષ્ટ્ર સરકારમાં મોટો હોદ્દો ધરાવે છે. જ્યારે NCBની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે આ નેતાનો પુત્ર કેવી રીતે ભાગી શક્યો તે એક મોટી તપાસનો વિષય છે. આ નેતાના એક ભાઈએ તાજેતરમાં રાજકારણમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય તે પારિવારિક વિવાદના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો.
જો નેતા પુત્રની કાર્ડેલિયા ક્રુઝની રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હોત, તો આ કેસમાં ચર્ચાનું મુખ્ય પાત્ર બદલાઈ ગયું હોત. હાલમાં આ કેસનું મુખ્ય પાત્ર શાહરુખ ખાનનો પુત્ર છે.