News Continuous Bureau | Mumbai
Maharashtra News: રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર થઇ રહેલ પોલીસ ભરતીને લઇને મહાવિકાસઆઘાડીના નેતાઓએ શિંદે-ફડણવીસ સરકારની ખૂબ ટીકા કરી હતી. એટલું જ નહીં પણ તેમણે તો પોલીસ ખાતાની કામગીરી પર જ મોટો પ્રશ્ન ઊભો કર્યો હતો. ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે એટલે કે 20મી ઓક્ટોબરના રોજ એખ પત્રકાર પરિષદ બહુ મોટો નિર્ણય જાહેર કર્યો હતો. જે અતંર્ગત શિંદે-ફડણવીસ સરકારે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર થતી રિક્રુટમેન્ટનો જીઆર રદ કર્યો છે. આ જાહેરાત કરતી વખતે ફડણવીસે મહાવિકાસઆઘાડીના નેતાઓની બહુ ટીકા કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે કોન્ટ્રાક્ટ ભરતી (Contract recruitment) ની હાલની પ્રણાલીને રદ કરવાનો નિર્ણય લીધો છે. મહાગઠબંધન સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસના મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદે દ્વારા શિક્ષણ વિભાગમાં કરાર આધારિત ભરતીની શરૂઆત કરવામાં આવી હતી. આ પછી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ દ્વારા તેને અન્ય વિભાગોમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે તેને આ પદ્ધતિ આગળ વધારી. મુખ્ય પ્રધાન ઠાકરે આને એક નીતિ તરીકે લાવ્યા. ફડણવીસે કહ્યું કે અમારી સરકારને કરાર આધારિત નિમણૂક નીતિ સાથે કોઈ લેવાદેવા નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે ચર્ચા કર્યા બાદ અમે હાલની સિસ્ટમ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ મોટી જાહેરાત કરતા ફડણવીસે પૂછ્યું કે શું તેમની પાર્ટીના લોકો મહાવિકાસ અઘાડી સરકારની કોન્ટ્રાક્ટ પોલિસી બનાવવા માટે માફી માંગશે.
🕛12.05pm | 20-10-2023📍Sahyadri Guest House, Mumbai | दु. १२.०५ वा | २०-१०-२०२३📍सह्याद्री अतिथीगृह, मुंबई.
LIVE | पत्रकार परिषद#Mumbai #Maharashtra #PressConference https://t.co/bwGZz0Wchq
— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 20, 2023
ઉદ્ધવ અને શરદ પવાર પર નિશાન સાધ્યું….
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શરદ પવારે કહ્યું કે સપ્ટેમ્બર 2021માં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હતા. કોન્ટ્રાક્ટ પર લોકોની ભરતી કરવાનું કામ ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. નાણા મંત્રાલય તરફથી બજેટની મંજૂરી પણ મળી હતી. આ બધું શરદ પવારની દેખરેખમાં થયું હતું. આ લોકોને નોકરી પર રાખતી એજન્સી અંદાજે 25 ટકા ચાર્જ વસૂલતી હોવાની માહિતી મળ્યા બાદ અમારી કેબિનેટે આ કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી, જેને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટી, શરદ પવારની એનસીપી (NCP) અને કોંગ્રેસે આગળ વધારી હતી. તેથી અમે તે તમામ કરારો રદ કરી રહ્યા છીએ. ફડણવીસે કહ્યું કે મારો પ્રશ્ન એ છે કે શું શરદ પવારની એનસીપી, શિવસેના અને કોંગ્રેસ મહારાષ્ટ્રની જનતાની માફી માંગશે? આ બધાએ આ પાપ કર્યું છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં કરાર આધારિત નિમણૂક નીતિ રજૂ કરવા બદલ વિપક્ષ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે સ્થાનિક સ્તરે કરાર આધારિત નિમણૂકનો નિર્ણય સ્થાનિક સત્તાવાળાઓ લેશે. તેમણે કહ્યું કે તેમણે સરકારી જીઆર રદ કર્યો છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે કરાર આધારિત નિમણૂકના GRને રદ કરતા પહેલા, તેમણે CM એકાંત શિંદે અને DCM અજિત પવારની સલાહ લીધી હતી. તેમણે કહ્યું કે બંને સંમત થયા અને આ કરાર આધારિત નિમણૂકના જીઆરને રદ કરવાનો નિર્ણય કર્યો.
આ સમાચાર પણ વાંચો : Gaganyaan Mission: લોન્ચિંગના 5 સેકન્ડ પહેલા ગગનયાન મિશનનુ ટેસ્ટિંગ રોકાયું, જાણો શું હતુ કારણ…