News Continuous Bureau | Mumbai
ગત થોડા દિવસોથી શાંત થયેલા મહારાષ્ટ્ર(Maharashtra Politics)ના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ના નિવેદન બાદ રાજ્યભરમાં તેમનો વિરોધ થઇ રહ્યો છે. દરમિયાન તેમણે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા(Clarifaction on statement) કરી છે.
રાજ્યપાલે તેમના નિવેદન પર સ્પષ્ટતા આપતાં કહ્યું કે, મુંબઇ(Mumbai) મહારાષ્ટ્રનું ગૌરવ છે. આ દેશની આર્થિક રાજધાની(Economic capital of India) પણ છે. મને ગર્વ છે કે મને છત્રપતિ શિવાજી મહારાજ(Chhatrapati Shivaji Maharaj) અને મરાઠી જનતાની આ ધરતી પર રાજ્યપાલના રૂપમાં સેવા કરવાની તક મળી. તેના લીધે મેં ખૂબ ઓછા સમયમાં જ મરાઠી શીખવાનો પ્રયત્ન કર્યો.
આ સમાચાર પણ વાંચો : બાબાસાહેબ આંબેડકર ના પૌત્ર આવ્યા ભગતસિંહ કોશિયારીની વાહરે- કહ્યું સાચું બોલ્યા તો
તેમણે આગળ કહ્યું કે કાલે રાજસ્થાની સમાજ(Rajasthani society)ના કાર્યક્રમમાં મેં જે નિવેદન આપ્યું હતું, તેમાં મારો ઇરાદો મરાઠી માણસોને ઓછા આંકવાનો ન હતો, મેં ફક્ત ગુજરાતી અને રાજસ્થાની મંડળો દ્વારા ધંધામાં આપેલા યોગદાનની વાત કરી. મરાઠી લોકોએ મહેનત કરી મહારાષ્ટ્રનું નિર્માણ કર્યું. એટલા માટે આજે ઘણા મરાઠી બિઝનેસમેન પ્રસિદ્ધ છે. એટલા માટે મરાઠી લોકોના યોગદાનને ઓછું આંકવાનો સવાલ ઉદભવતો જ નથી.
વધુમાં ભગત સિંહે કહ્યું કે હંમેશાની માફક મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નિર્માણમાં મરાઠી લોકોની મહેનતનું સૌથી વધુ યોગદાન છે. તાજેતરમાં રાજકીય ચશ્માના માધ્યમથી બધુ જોવાની દ્રષ્ટિ વિકસિત થઇ છે, આપણે તેને બદલવી પડશે. એક સમુદાયના વખાણ કરવાનો અર્થ બીજા સમુદાયનું અપમાન નથી. રાજકીય પક્ષોએ તેના પર કારણ વિના વિવાદ ઉભો કરવો ન જોઈએ.
આ સમાચાર પણ વાંચો : મંત્રી મંડળ બનતા પહેલાં જ શિંદે સરકારને વાંકુ પડ્યું- ગર્વનરની વિરુદ્ધમાં કેન્દ્રને પત્ર લખવામાં આવશે