Site icon

Mumbai : મુંબઈ અને નવી મુંબઈ પછી હવે ત્રીજું મુંબઈ વિકાસ પામશે. સરકારની 350 એકર જમીન પર આ જગ્યાએ યોજનાને મંજૂરી મળી.

Maharashtra govt gives go-ahead for building new ‘Third Mumbai’ city

Maharashtra govt gives go-ahead for building new ‘Third Mumbai’ city

News Continuous Bureau | Mumbai 

Mumbai : મહારાષ્ટ્ર સરકારે ( Maharashtra Government ) ત્રીજી મુંબઈ ( Third Mumbai ) માટે લીલી ઝંડી આપી દીધી છે. આવનાર સમયમાં નવું વિમાન એરપોર્ટ ( Airport ) કાર્યરત થશે ત્યારે તેની આજુબાજુમાં લગભગ 350 એકર જમીન પર વધુ એક મુંબઈ બનાવવામાં આવશે. આ માટે 23 ગામને સિડકોમાં સમાવવામાં આવશે તેમજ 12000 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે.

ત્રીજું મુંબઈ કેવું હશે ?

ત્રીજું મુંબઈ આશરે 350 સ્ક્વેર કિલોમીટર જેટલું હશે એટલે કે મુંબઈ તેમજ નવી મુંબઈની ( Navi Mumbai ) સાઈઝનું હશે. આ ઉપરાંત અહીં એરપોર્ટ ની આજુબાજુ આવેલા વિસ્તારો માં ડેવલપમેન્ટ એક્ટિવિટી કરવામાં આવશે. રાજ્ય સરકારે નાગપુર અધિવેશન ( Nagpur Convention ) વખતે થયેલી કેબિનેટ મીટીંગ ( Cabinet meeting ) મા આ યોજનાને મંજૂરી આપી દીધી છે.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહે. આ છે કારણ.

કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેમ જ કેટલો સમય લાગશે?

રાજ્ય સરકારે આ માટે એક ઓથોરિટીની સ્થાપના કરી દીધી છે તેમજ 12000 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે, અને જગ્યાએ જમીન નું અધિકરણ કરવામાં આવશે તેમજ ડેવલપમેન્ટ ઓથોરિટી આ વિસ્તારનો નકશો ઘડી કાઢશે. ત્યારબાદ ડેવલોપરની મદદથી અહીં એક નવા મુંબઈને વિકસાવવામાં આવશે. આ આખી પ્રક્રિયા એક દશક જેટલો સમય પણ ચાલી શકે છે.

Exit mobile version