ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે RTPCR ટેસ્ટ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ટેસ્ટ લગભગ તમામ ક્ષેત્રોમાં કામ કરનારા નોકરિયાત વર્ગ માટે ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.
શુક્રવારે સાંજે મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા આદેશ મુજબ ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા, સીરીયલ સાથે જોડાયેલા કે પછી જાહેરાતમાં કામ કરતાં તમામ લોકો અને સ્ટાફ સહિત ખાવાનું ડીલેવરી કરવા વાળા, પરીક્ષા દરમિયાન હાજર રહેનાર, ભોજન બનાવનાર, કોઈપણ પ્રકારના લેબર વર્ક કરનાર અથવા કોઈપણ ઓફિસમાં કામ કરનાર કોઇપણ કર્મચારી. આ તમામ લોકોએ પોતાનો RTPCR ટેસ્ટ કરાવવો પડશે.
આ તમામ રિપોર્ટ ૧૫ દિવસ સુધી લાગુ રહેશે. તેમજ આ રિપોર્ટ મેન્ડેટરી એટલે કે ફરજિયાત રહેશે.
News continuous exclusive : સોમવારથી દુકાનો ખુલ્લી રાખવી કે નહીં? આ સંદર્ભે સરકારે આપ્યો છે આ જવાબ.
આનો અર્થ એ થાય છે કે હવે કોરોનાથી સંક્રમિત કોઈપણ વ્યક્તિ ક્યાંય કામ નહીં કરી શકે.
જે વ્યક્તિ ટેસ્ટ કરાવવા જશે તેની માહિતી તાત્કાલિક ધોરણે સરકારને મળી જશે તેમજ તે વ્યક્તિ નો ઈલાજ થઈ જશે. આમ મહારાષ્ટ્ર સરકારે ટેસ્ટ થકી માસ્ટર સ્ટ્રોક માર્યો છે.