News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકાર(Maharashtra govt)ને બંડખોર નેતા(rebel MLAs)ઓ વિશે કોઈ જાણકારી ન મળતાં હવે સરકારી અધિકારીઓ પર આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે બંડખોર એવા 40 ધારાસભ્યોના સિક્યુરિટી ગાર્ડ(security guard), કમાન્ડો(commando) અને ડ્રાઇવરો (drivers)ને કારણદર્શક નોટિસ(Showcause notice) પાઠવી છે. નોટિસમાં આ તમામ લોકોને પૂછવામાં આવ્યું છે કે તેઓ જેમની માટે કામ કરી રહ્યા હતા તે ધારાસભ્યો મહારાષ્ટ્રની હદથી બહાર ગયા તેમ છતાં આ જાણકારી સ્થાનિક પોલીસ સ્ટેશન(Police station) અથવા ગુપ્તચર વિભાગને કેમ આપવામાં આવી નહીં.
આ સમાચાર પણ વાંચો : અજિત પવારે બળાપો કાઢયો- ગૃહ મંત્રી સુઈ ગયા હતા- આટલો મોટો બળવો થયો અને ખબર જ ન પડી
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની(State govt) વિરુદ્ધમાં આટલું મોટું બંડ થઈ ગયું તેમ છતાં રાજ્ય સરકારનો ગુપ્તચર વિભાગ(Intelligence department) સુતો રહ્યો. હવે આ સંદર્ભે જે લોકો જવાબદાર છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.