News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા(Social Media)ના માધ્યમથી સાંપ્રદાયિક વાતાવરણ ડહોળું કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. હવે જોકે આવા એન્ટી સોશિયલ એકાઉન્ટસ(Account) પર હવે બ્રેક આવવાની છે. સમાજમાં તણાવ નિર્માણ કરનારા આવા એન્ટી ખાતાઓને(Anti accounts) બ્લોક(Block) કરી દેવામાં આવવાના છે. બહુ જલદી મહારાષ્ટ્ર સરકાર તેને લગતો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવાની છે.
મહાવિકાસ આઘાડી સરકારે(MVA) રાજ્યમાં સાંપ્રદાયિક વાતાવરણ બનાવી રાખવા માટે મહારાષ્ટ્ર સાયબર ખાતા(Maharashtra cyber cell)એ 22 ખાતાઓને બ્લોક કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. એ સાથે જ સમાજમાં દ્વેષ નિર્માણ કરનારા આવા એકાઉન્ટ્સને શોધવામાં આવી રહ્યા છે. સાયબર સેલ(cyber cell)ના અધિકારીના કહેવા મુજબ અમુક એકાઉન્સને બ્લોક(Account block) કરી દેવામાં આવ્યા છે. આવા એકાઉન્ટસની જાણ થતા જ પહેલા સાયબલ સેલ તેમને નોટિસ મોકલે છે. સોશિયલ સાઈટ્સમાં ફેસબુક(Facebook), ઇન્સ્ટાગ્રામ(Instagram) અને ટ્વિટર(Twitter) જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં સરેઆમ આ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, બદમાશોએ 6 ગોળીઓ ચલાવી, પ્રોપર્ટી વિવાદની આશંકા
મહારાષ્ટ્ર સાયબર સેલે(Maharashtra cyber cell) આવા એન્ટી સોશિયલ ખાતા(Social account)ઓ માટે ખાસ ચાર ટીમ બનાવી છે, જે ખાસ સોશિયલ પ્લેટફોર્મ પર થતી પોસ્ટ પર નજર રાખવાનું કામ કરે છે. આવી એન્ટી પોસ્ટ કરવા માટે અત્યાર સુધી 400 નોટિસ મોકલી દેવામાં આવી છે.