Site icon

મહારાષ્ટ્ર બજેટ 2022 : મહારાષ્ટ્રનો વર્તમાન નાણાંકીય વર્ષનો આર્થિક વિકાસ દર આટલા ટકા રહેશે. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

કોરોના મહામારીમાંથી બહાર આવેલી મહારાષ્ટ્ર ચાલુ આર્થિક વર્ષમાં મજબૂત વિકાસ દર હાસલ કરે એવો અંદાજ છે. આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર, 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ 2021-22માં મહારાષ્ટ્રનો આર્થિક વિકાસ દર 12.2 ટકા રહેવાનો અંદાજ છે. આ સમયગાળા દરમિયાન દેશનો વિકાસ દર 8.9 ટકા વધવાની ધારણા છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રનો આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ 10મી માર્ચે વિધાનસભા અને વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 4.4 ટકા, ઉદ્યોગમાં 11.9 ટકા અને સેવાઓમાં 13.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. તેવી જ રીતે, પશુપાલનમાં 6.9 ટકા, વનસંવર્ધનમાં 7.2 ટકા અને મત્સ્યોદ્યોગમાં 1.6 ટકા વૃદ્ધિનો અંદાજ છે.

વર્ષમાં 2020-21મા મહારાષ્ટ્રનો આર્થિક વિકાસ દર 7.6 ટકા નકારાત્મક હતો. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં તે 12.10 ટકા રહે એવો અંદાજ છે, જે એકંદર ભારતના આર્થિક વિકાસ દર કરતા વધુ છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દર 8.9 ટકા રહેશે એવો અંદાજ છે.
આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ૨૦૨૧-૨૨ના આર્થિક વર્ષમાં ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી) ૩૧,૯૭,૭૮૨ કરોડ રૂપિયા અપેક્ષિત છે. તો ૨૦૧૯-૨૦ની મૂડી આવક ૧,૯૬,૧૦૦ રૂપિયાની સામે ૨૦૨૦-૨૧માં તે ૧,૯૩,૧૨૧ રૂપિયા રહેશે.

આર્થિક સર્વેક્ષણ મુજબ, દેશના કુલ ઘરેલુ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનું યોગદાન 14.2 ટકા હોવાનો અંદાજ છે. મહત્વનું છે કે, આ વર્ષે રાજ્યની માથાદીઠ આવક રૂ. 2.25 લાખ રહેવાનો અંદાજ છે.

 આ સમાચાર પણ વાંચો : કોવિડ મૃતકોના વારસોને મહારાષ્ટ્ર સરકારે ચૂકવ્યું આટલા કરોડ રૂપિયાનું વળતર… જાણો વિગતે

અંદાજિત બજેટ મુજબ ૨૦૨૧-૨૨માં મહેસૂલી આવક ૩,૬૮,૯૮૭ કરોડ રૂપિયા રહી હતી, તેની સામે ૨૦૨૦-૨૧માં ૨,૮૯,૪૯૮ કરોડ રૂપિયા અંદાજિત આવક રહી હતી.

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજિત બજેટમાં મહેસૂલી ખર્ચ  ૩,૭૯,૨૧૩ કરોડ રૂપિયા છે, જે ૨૦૨૦-૨૧માં ૩,૩૫,૬૭૫ કરોડ રૂપિયા છે.
જીએસડીપીમાં રાજકોષીય ખાદ્યનું પ્રમાણ ૨.૧ ટકા છે જ્યારે જીએસડીપીમાં દેવાનું પ્રમાણ ૧૯.૨ ટકા છે.

આ સર્વે મુજબ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં રાજ્યનો ફાળો સૌથી વધુ એટલે કે ૧૪.૨ ટકા રહ્યો છે.

૨૦૨૧-૨૨ની ખરીફ મોસમમાં ૧૫૫.૧૫ હેક્ટર  વિસ્તારમાં પાકની વાવણી કરવામાં આવી હતી. અનાજ,  કઠોળ, તેલિબિયાં, કોટન અને શેરડીનાં ઉત્પાદનમાં અનુક્રમે ૧૧ ટકા, ૨૭ ટકા, ૧૩ ટકા, ૩૦ ટકા અને ૦.૪ ટકાનો  ઘટાડો અપેક્ષિત છે.

જાન્યુઆરીમાં પૂરી થયેલી રવી સિઝનમાં ૨૦૨૧-૨૨માં ૫૨.૪૭ લાખ હેક્ટર જમીન પર પાકની વાવણી કરવામાં આવી હતી.

કઠોળના ઉત્પાદનમાં ૧૪ ટકાનો વધારો તો અનાજ અને તેલિબિયાંમાં અનુક્રમે ૨૧ ટકા અને સાત ટકાનો ઘટાડો અપેક્ષિત છે.

રિપોર્ટ મુજબ રાજ્યમાં ૨૧.૦૯ લાખ હેક્ટર એરિયા બાગાયતી પાક હેઠળ છે અને તેમાંથી ૨૯૧.૪૩ લાખ ઉત્પાદન અપેક્ષિત છે.

જૂન, ૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના સમયગાળામાં રાજ્યમાં ૧.૮૮ લાખ કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ આવ્યા હતા, જેના થકી ૩.૩૪ લાખ રોજગાર ઉપલબ્ધ થયા હતા.  ઑક્ટોબર, ૨૦૨૧ સુધીમાં ૧૦,૭૮૫ નવા ર્સ્ટાટ-અપ શરૂ થયા હતા.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version