News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં બનાવટી પૅથોલોજીનું પ્રમાણ વધી ગયું હોવાનું ચોંકાવનારી વિગત બહાર આવી છે. તેથી મહારાષ્ટ્ર સરકારે હવે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરીને આ બનાવટી પેથોલોજી સામે આકરા પગલા લેવાની છે.
વિધાનપરિષદમાં રાજ્યના આરોગ્યમંત્રી ડો.રાજેશ ટોપેએ ચોંકાવનારી વિગતો આપી છે. તે મુજબ રાજ્યમાં કોઈ પણ પ્રકારની નોંધણી વગર, કોઈ પણ જાતના લાયસન્સ વગર બનાવટી પેથોલોજી ચાલી રહી છે અને લોકોને લૂંટી રહી છે. તેથી આવી લેબોરેટરી પણ નિયંત્રણ લાવવા માટે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરવામાં આવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડમાં ફરી એકવાર ભાજપની સરકાર! જંગી લીડ સાથે આગળ; જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
રાજ્યમાં લગભગ 13,000 પેથોલોજી છે, તેમાંથી લગભગ 8,000 પેથોલોજી બોગસ છે. તેમાંથી મોટાભાગની પેથોલોજી મુંબઈમાં હોવાની ચોંકાવનારી માહિતી વિધાનપરિષદમાં બહાર આવી હતી.