News Continuous Bureau | Mumbai
દેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થવાની સાથે જ કેન્દ્ર સરકારે ગેસ, પેટ્રોલ-ડિઝલના દર વધારી નાખ્યા છે. મોંધવારીએ માઝા મૂકી છે અને સામાન્ય નાગરિકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આ મોંઘવારી માણસને મારી ના નાખે તે જોજો એવો કટાક્ષ મહારાષ્ટ્રના ગૃહ નિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે ભાજપને કર્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત જનતા દરબારમાં જિતેન્દ્ર આવ્હાડે મોંધવારીને મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા શબ્દો સંભળાવતા કહ્યું હતું કે કે મોંધવારી ગરીબોને મારી રહી છે, તેના પર બોલો, શ્રી રામ બોલો પણ લોકોને રામ નામ સત્ય હેં, બોલવાને લગાવતા નહીં.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ આ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, કરી કરોડોની સંપત્તિ સીલ; જાણો વિગતે
જિતેન્દ્ર આવ્હાડે એવી પણ ટીકા કરી હતી કે કોરોના મહામારીના બે વર્ષ પૂરા થઈ ગયા છે. લોકોને કામ મળી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમના ખિસ્સામાં પૈસા જમા થયા નથી. ઈંધણથી લઈને ખાવા-પીવાની વસ્તુઓથી લઈને તમામ ખર્ચ મોંધા થઈ ગયા છે. તે બાબતે કોઈ વાત કરતું નથી. જે આવશ્યક નથી તેને લઈને ભાજપના નેતાઓ સવાલો કરી રહ્યા છે.
મસ્જિદ પર ભુંગળાની સામે હનુમાન ચાલીસા લગાવવાની વાત કરનારા મનસે અધ્યક્ષ રાજ ઠાકરે બાબતે જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે મહારાષ્ટ્ર શાંત છે. કોઈ પણ પ્રકારનો કલેશ નથી, દ્વેશ નથી. તમામ સમાજ એકસાથે છે પરંતુ અમુક લોકો મહારાષ્ટ્ર સળગી ઉઠે તેવા વિધાનો કરે છે, તેવા વિધાનોથી તેમણે દૂર રહેવું જોઈએ.