અત્યાર સુધી આપણે રખડતા ઢોર એટલે કે ગાય અને આખલાના લોકો પર હુમલાના બનાવ સાંભળ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર ના ગોંદિયા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં રમતા એક બાળકને જંગલી ડુક્કરે હુમલો કરતાં ગંભીર ઈજા થઈ હતી.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 13 માર્ચે બની હતી જ્યારે બાળક તેના ઘરની બહાર મિત્રો સાથે રમી રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.
महाराष्ट्र के गोंदिया जिले में सुअर ने किया बच्चे पर हमला.
सुअर के बच्चे पर हमले की तस्वीरें सीसीटीवी कैमरे में कैद..
इस हमले में बच्चा गंभीर रूप से घायल, इलाज जारी.#Maharashtra pic.twitter.com/tL1NpdZu18
— Vivek Gupta (@imvivekgupta) March 14, 2023
વાયરલ થયેલા વીડિયોમાં કુલ 3 બાળકો એકસાથે રમતા જોવા મળે છે, જ્યારે એક ડુક્કર 10 વર્ષના બાળક પર ત્રાટક્યું હતું. ડુક્કરે બાળક પર ઘણી વાર હુમલો કર્યો. ત્યારે જ આસપાસથી લોકો આવતા દેખાયા અને તે ભાગી છૂટ્યો.