News Continuous Bureau | Mumbai
Maharashtra Legislative Council : એક તરફ ગુરુવારે વડાપ્રધાન મોદીની હાજરીમાં મહાયુતિ સરકારે શપથ લીધા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે સહિત છ ધારાસભ્યોને વિધાન પરિષદમાં જવા પર રોક લગાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં મહાયુતિના 6 વિધાનસભ્ય ના નામ વિધાન પરિષદમાંથી રદ કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલય તરફથી આ સંબંધે એક સૂચના જારી કરવામાં આવી છે.
Maharashtra Legislative Council : વિધાનસભ્યોની સદસ્યતા 23 નવેમ્બરથી રદ
મળતી માહિતી મુજબ વિધાન પરિષદમાંથી ભાજપના ચંદ્રશેખર બાવનકુળે, ગોપીચંદ પડલકર, રમેશ કરાડ અને પ્રવીણ દટકે, શિવસેનાના અમશા પાડવી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના રાજેશ વિટકરનું નામ રદ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે આ નિર્ણય લીધો છે, કારણ કે આ વિધાન પરિષદના સભ્યો વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા છે. નિયમો અનુસાર, એક વ્યક્તિ એક સમયે બંને ગૃહોના સભ્ય બની શકતા નથી. આથી આ તમામ વિધાનસભ્યોની વિધાન પરિષદની સદસ્યતા 23 નવેમ્બરથી રદ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra CM Oath Ceremony : આજથી મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર સરકાર…, ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા, જોવા મળી NDAની તાકાત
Maharashtra Legislative Council : વિધાન પરિષદમાં મહાયુતિની 6 બેઠક ખાલી
ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળે, ગોપીચંદ પડલકર, રમેશ કરાડ અને પ્રવીણ દટકે જેઓ વિધાન પરિષદમાં છે, તેઓ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા છે. તેથી વિધાન પરિષદમાં ભાજપની ચાર બેઠકો ખાલી પડી છે. શિવસેનાના અમશા પાડવી વિધાનસભામાં ચૂંટાયા હોવાથી તેમની એક બેઠક પણ ખાલી પડી છે. અજિત પવારની એનસીપીના રાજેશ વિટકર પણ વિધાનસભાની ચૂંટણી જીત્યા, જેથી વિધાન પરિષદમાં અજિત પવારના જૂથ માટે એક બેઠક ખાલી પડી. આ રીતે વિધાન પરિષદમાં મહાયુતિની 6 બેઠક ખાલી પડી છે. દરમિયાન આ વર્ષની . વિધાનસભાની ચૂંટણીમાં ઘણાને બાકાત રાખવામાં આવ્યા હતા. આથી ઘણાએ બળવો કર્યો, પરંતુ કેટલીક જગ્યાએ પક્ષના બળવાને દબાવવામાં સફળ રહ્યા હતા. ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને વિધાન પરિષદની ખાલી બેઠકોને કારણે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતાં અસંતુષ્ટ નેતાઓને ખુશ કરવાની તક મળશે. મહાયુતિના ત્રણ ઘટક પક્ષો કોને તક આપશે એ જેવું રહ્યું