મહારાષ્ટ સરકારને લોકડાઉનમાં છૂટછાટ આપવી ભારે પડી, કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા આ 7 ગામમાં ફરી તાળાબંધી; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

કોરોનાના વધતા કહેરના કારણે મહારાષ્ટ્રના 7 ગામોમાં 7 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે 

બારમતીના પ્રાંત અધિકારી દાદાસાહેબ કંબલેએ તાલુકાના સાત મોટા ગામોમાં તાળાબંધીની જાહેરાત કરી છે. આ ગામોમાં 7 જુલાઇ સુધી લોકડાઉન રહેશે

વહીવટીતંત્રે કોરોના હોટસ્પોટ્સવાળા સાત ગામોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું કાટેવાડી ગામ પણ શામેલ છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન હળવું થયા પછી, નાગરિકો દ્વારા નિયમોના ભંગને કારણે કોરોના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે. 

આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન સંદર્ભે કોઇ મોટો નિર્ણય લેવામાં આવશે. ડેલ્ટા વેરીયન્ટ આવતા પ્રતિબંધ લાગશે. જાણો વિગત 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More