187
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
મહારાષ્ટ્રમાં સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં 10 મંત્રી અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.
રાજ્યના ડેપ્યુટી CM અજીત પવારે આ જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની રફ્તાર વધતી જઈ રહી છે. જો આની પર બ્રેક નહીં લાગી તો કડક પગલા ઉઠાવવા પડશે.
અહીં નોંધનીય છે કે અજીત પવારની આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 8,067 કેસ સામે આવ્યા છે જે ગુરુવારની તુલનામાં 50 ટકા વધારે છે.
મુંબઈમાં ડેવલપરો અને બિલ્ડર પાસેથી 2021ની સાલમાં BMCએ કરી અધધધ કમાણીઃ જાણો વિગત
You Might Be Interested In