News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: ઉદ્ધવ ઠાકરેએ ( Uddhav Thackeray ) ગુરુવારે સ્પીકર રાહુલ નાર્વેકરના ( Rahul Narvekar ) ગેરલાયકાતના આદેશની સમીક્ષા કરવા માટે તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે શિવસેના ( UBT ) નેતાઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. હવે UBT સેના આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરે તેવી અપેક્ષા છે, ત્યારે નેતાઓનો એક વર્ગ પક્ષના ચૂંટણી પંચને આપવામાં આવેલ તમામ રેકોર્ડ્સ મેળવી રહી છે. ત્યારે તેમાં સ્પીકર કાર્યાલયને આપેલ 2018ના સં શોધિત બંધારણને મેળવવામાં નિષ્ફળ જવાને કારણે ગુસ્સે થઈ રહી છે.
નોંધનીય છે કે ભારતીય ચૂંટણી પંચ ( ECI ) ને શિવસેના (યુબીટી) પક્ષના 2018ના સંશોધિત બંધારણની નકલ પ્રદાન કરવામાં નેતાઓની નિષ્ફળતા પર હવે ઠાકરે જુથમાં ( Thackeray group ) આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરની શિવસેના (UBT) દ્વારા દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીની સુનાવણી દરમિયાન ચુંટણી પંચે શિવસેના (યુબીટી) પાસે પક્ષના બંધારણની નકલની વિનંતી કરી હતી. જો કે, ચુંટણી પંચને જે મળ્યું તે 1999ના બંધારણની નકલ હતી, જે ECIની વેબસાઇટ પર પહેલેથી જ ઉપલબ્ધ હતી. આના આધારે તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને અધિકૃત શિવસેના ગણાવી હતી.
ઉદ્ધવ ઠાકરે સામે ઉઠ્યા પ્રશ્નો…
ઉલ્લેખનીય છે કે 1999ના પક્ષના બંધારણમાં જણાવવામાં આવ્યું હતું કે પક્ષના વડા રાષ્ટ્રીય કાર્યકારિણી સાથે પરામર્શ કરીને મોટા નિર્ણયો લઈ શકે છે, જેમાં 2018ના સંશોધિત બંધારણમાં કહેવામાં આવ્યું છે કે પક્ષના વડાની ઇચ્છા જ પક્ષની ઇચ્છા રહેશે. જો કે, આ સુધારેલું બંધારણ ન તો ECI ને ન તો સ્પીકરને રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ 1999 ના બંધારણ મુજબ, ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રીય કાર્યકારિણીની સલાહ લીધા વિના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા ( MLAs Disqualification ) જેવા મહત્વના નિર્ણયો લઈ શકતા ન હોવાથી, નાર્વેકરે શિંદે અને તેમના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી નકારી કાઢી હતી.
આ સમાચાર પણ વાંચો : President: રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કર્યા
સૂત્રોનું કહેવું છે કે બુધવારે સાંજે નાર્વેકરે ચુકાદો સંભળાવ્યો તે પછી, ઠાકરે જૂથમાં આ મુદ્દે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી કે શા માટે 2018નું બંધારણ ECI સામે પ્રસ્તુત કરવામાં આવ્યું નહી. કેટલાક નેતાઓએ આ અંગે ઉદ્ધવ ઠાકરે સામે સીધા પ્રશ્નો ઉઠાવ્યા હોવાના અહેવાલો પણ છે. આ નોંધપાત્ર નિષ્ફળતા અંગે ચર્ચા કરવા અરવિંદ સાવંત, સંજય રાઉત અને સુભાષ દેસાઈ સહિતના વરિષ્ઠ નેતાઓ ગુરુવારે ઠાકરેને મળ્યા હતા.
દરમિયાન, પક્ષ નાર્વેકરના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં તેની અપીલને અંતિમ સ્વરૂપ આપવા માટે હાલ વરિષ્ઠ વકીલો સાથે ચર્ચાઓ પણ કરી રહ્યા છે. જેમાં પાર્ટી દ્વારા આશા રાખવામાં આવી રહી છે કે ચૂંટણી જાહેર થાય તે પહેલા સર્વોચ્ચ અદાલત તેના યોગ્ય નિર્ણય પર પહોંચી જશે અને અમને યોગ્ય ન્યાય પ્રાપ્ત થશે.