News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે . આ દરમિયાન મહાયુતિમાં ( Mahayuti) સીટ વિતરણ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. આ અંગે તમામ પક્ષો બેઠક પણ કરી રહ્યા છે. કોણ ક્યાંથી ચૂંટણી લડશે અને કોની ટિકિટ કપાશે તેની યાદી ટૂંક સમયમાં મહાયુતિ જાહેર કરવાની શક્યતા છે. આ દરમિયાન રાજ ઠાકરેની ( Raj Thackeray ) પાર્ટીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
મિડીયા રિપોર્ટ દ્વારા એવા સમાચાર છે કે, MNS મહાયુતિમાં ( NDA ) માં પ્રવેશ કરી શકે છે. જેમાં ભાજપ ( BJP ) રાજ ઠાકરેને સીધા લેવાને બદલે શિવસેનાના ક્વોટામાંથી એક સીટ આપી શકે છે. તેમજ શિવસેના મુંબઈની દક્ષિણ મુંબઈ બેઠક MNSને આપીને NDAમાં પ્રવેશ કરાવી શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મોડી સાંજે મુખ્યમંત્રી એકનાથ શિંદે , નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રફુલ પટેલ અને આશિષ શેલાર દિલ્હી જઈ શકે છે. સીટ વહેંચણી પર છેલ્લી વાતચીત હવે દિલ્હીમાં અમિત શાહ સાથે થવાની છે.
થોડા દિવસો પહેલા આશિષ શેલાર અને રાજ ઠાકરેની બેઠક થઈ હતી..
જો આ વસ્તુઓ પણ કામ નહીં કરે, તો ભાજપ મુંબઈની 6માંથી 5 બેઠકો પર ચૂંટણી લડશે અને શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના રાહુલ શેવાળેને દક્ષિણ મધ્યની એક બેઠક પર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે. જો કે, હાલમાં ભાજપના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પણ દક્ષિણ મુંબઈ આ બેઠક પર ભાજપનો એક વિકલ્પ છે.
આ સમાચાર પણ વાંચો : Sudha Murty: ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન..
આ દરમિયાન સીટો ફાળવણીને લઈને એક ફોર્મુ્લ્યા પણ બહાર આવી છે. જેમાં ભાજપના સૂત્રોએ માહિતી આપી છે કે ભાજપ 32 સીટો પર, શિવસેના 12 પર, એનસીપી અજિત પવાર 4 સીટો પર ચૂંટણી લડી શકે છે.
દરમિયાન, થોડા દિવસો પહેલા આશિષ શેલાર ( Ashish Shelar ) અને રાજ ઠાકરેની બેઠક થઈ હતી. જેને મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ચર્ચાને વેગ આપ્યો હતો કે રાજ ઠાકરેની પાર્ટી MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) NDAનો ભાગ બની શકે છે. તે સમયે દાદરમાં MNS ચીફને મળ્યા બાદ, શેલારે મિડીયાને કહ્યું હતું કે, “રાજ ઠાકરે અને હું લાંબા સમયથી મિત્રો છીએ. અમે કેટલાક અન્ય વિષયો પર પણ મળીએ છીએ અને ચર્ચા કરીએ છીએ. અમે યોગ્ય સમયે કેટલીક માહિતી જાહેર કરીશું.” તે સમયે સંપુર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.