News Continuous Bureau | Mumbai
Maharashtra Politics : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા અગાઉની સરકારમાં લીધેલા નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે અને તેની તપાસના આદેશ આપ્યા છે. ફડણવીસ અગાઉની સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા. અગાઉની સરકારમાં પરિવહન વિભાગ તત્કાલિન મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે હતું. આ મામલો એ જ વિભાગ સાથે સંબંધિત છે. શિંદેએ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) માટે બસો ભાડે કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે ફડણવીસે માત્ર તે નિર્ણય પર રોક જ નથી લગાવી તપાસનો આદેશ પણ આપ્યો છે.
Maharashtra Politics : આ નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારે કાર્યભાર સંભાળ્યા પછી, મુખ્ય પ્રધાન ફડણવીસ દરેક વિભાગના કામની સમીક્ષા કરી રહ્યા છે અને તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસની તેમની યોજનાઓની ચર્ચા કરી રહ્યા છે. પ્રેઝન્ટેશન આપ્યા પછી, સોમવારે પરિવહન વિભાગની સમીક્ષા કરતી વખતે, તેમણે શિંદેના નિર્ણયની સમીક્ષા કરવાની વાત કરી હતી, પરંતુ હવે તે નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Maharashtra Politics : બસ ભાડા યોજનામાં રૂ. 2800 કરોડના કૌભાંડનો આક્ષેપ
જોકે, હજુ એ સ્પષ્ટ થયું નથી કે મુખ્યમંત્રી અગાઉની સરકારના અન્ય નિર્ણયોની સમીક્ષા કરશે કે નહીં. વિપક્ષે બસ ભાડા યોજનામાં રૂ. 2800 કરોડના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે આ અંગે તેમને હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દાનવેએ આ મામલે કૌભાંડના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે 2022માં MSRTCએ તેલ સહિત 44 રૂપિયા પ્રતિ કિલોમીટરના દરે બસ ભાડે આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Sambhal mosque row: સંભલ જામા મસ્જિદ છે કે હરિહર મંદિર?? કોર્ટ કમિશનરે સર્વે પૂર્ણ કર્યો, તપાસ અહેવાલ સુપરત કર્યો;થયા ચોંકાવનારા ખુલાસા..
Maharashtra Politics : શિંદેના નિર્ણયની યોગ્યતા પર પ્રશ્નો ઉભા કર્યા
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયે ભૂતપૂર્વ સીએમ શિંદેના નિર્ણયની યોગ્યતા પર પ્રશ્નો ઉભા કર્યા છે કારણ કે સપ્ટેમ્બર 2024 માં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા અને પરિવહન વિભાગના વડા હતા. વધુમાં, શિંદેના નજીકના સાથી ભરત ગોગાવાલેને સપ્ટેમ્બર 2024માં જ MSRTCના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બરમાં, MSRTCએ ત્રણ ખાનગી કંપનીઓને LOI જારી કર્યા હતા.