News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: ધારાસભ્ય રવિન્દ્ર વાયકરે ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેનું સમર્થન છોડીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ( Eknath Shinde ) શિવસેનામાં હવે જોડાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે વાયકર શિંદે જૂથમાં જોડાશે. આજે આખરે તેમણે મુખ્યમંત્રી શિંદેની હાજરીમાં વર્ષા આવાસમાં પ્રવેશ કરી શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.
આ સમયે મિડીયા સાથે વાત કરતા વાયકરે કહ્યું હતું કે, મેં છેલ્લા 50 વર્ષથી શિવસેનાના ( Shiv sena ) સભ્ય તરીકે કામ કર્યું છે. 1974નું પહેલું જોગેશ્વરી રમખાણ, ત્યારથી હું બાળા સાહેબ સાથે છું. હું શિવસેના માટે કામ કરતો રહ્યો છું. આજે હું એકનાથ શિંદેની ( Shinde group ) શિવસેનામાં જોડાયો છું, તો તેની પાછળનું કારણ અલગ છે. વિકાસના કામો, રસ્તાના કામો, પાણીના કામો અટકી પડ્યા છે. આવા સમયમાં સત્તામાં રહીને જ આ કામો પાર પાડી શકાય છે. તેથી સત્તામાં રહેવુ જરુરી છે. જો આમ નહીં થાય તો લોકોને ન્યાય મળી શકશે નહીં. તેમજ તેમના માટે વિકાસ કાર્યો પણ નહીં થઈ શકે.
સત્તામાં રહ્યા વિના આવા નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી શકે નહીં…
વાયકરે મિડીયા સાથે વાત કરતા વધુમાં કહ્યું હતું કે, મારા મતવિસ્તારમાં ઘણી જર્જરિત ઇમારતો છે. આના પર કામ કરવું એ એક મોટો પ્રશ્ન છે. સત્તામાં રહ્યા વિના આવા નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી શકે નહીં. તેથી સત્તામાં રહીને જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય અને લોકોની આશાને ન્યાય આપી શકાય. આજે દેશમાં વડાપ્રધાન મોદીની સરકાર છે. મુખ્યમંત્રી શિંદે રાજ્યમાં સારું કામ કરી રહ્યા છે. તે અંગે વાયકરે વધુમાં કહ્યું હતું કે, તેથી હવે મુખ્યમંત્રી મારા મતવિસ્તારમાં પણ વિકાસ કામો અંગે ધ્યાન આપશે.
આ સમાચાર પણ વાંચો : Jaipur Mumbai Express Firing : જયપુર-મુંબઈ ટ્રેનમાં ગોળીબાર કેસ પર કાર્યવાહી, હવે વઘુ બે આરપીએફ જવાનો થયા સસ્પેન્ડ..
નોંધનીય છે કે, રવિન્દ્ર વાયકર ( ravindra waikar ) ઘણા સમયથી વિવાદોમાં હતા. તેઓ EDના રડાર પર પણ હતા. વાયકર જોગેશ્વરી પશ્ચિમ ઉપનગરના ધારાસભ્ય છે. તેથી તેમના પાર્ટીમાં આવવાથી હવે એકનાથ શિંદેની તાકત વધશે. ગજાનન કીર્તિકર સ્થાનિક સાંસદ છે. તેથી લોકસભાની ચૂંટણીની તર્જ પર કેટલાક સ્થાનિક કોર્પોરેટરો પણ વાયકર સાથે જોડાય તેવી શક્યતાઓ છે.