Site icon

અરે અમને કોઇ મામલે તો બચાવો- શિવસેના પહોંચી ગઈ સુપ્રીમ કોર્ટ- આખી મહારાષ્ટ્ર સરકારને જ ગેરકાયદેસર ગણાવવાની રાવ કરી

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)ના નેતા સુભાષ દેસાઈ(Subash Desai)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે માંગણી કરી છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat singh koshyari)એ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને એકનાથ શિંદે (Eknath Shinde)ની સરકારને  સરકાર રચવાની અનુમતિ આપી તે ગેરકાયદેસર છે તેમજ મોજુદા મહારાષ્ટ્રની સરકાર(Maharashtra govt) બંધારણીય રીતે યોગ્ય નથી. જેથી તત્કાલ ધોરણે મહારાષ્ટ્રની સરકાર બરખાસ્ત કરવામાં આવે. આ સંદર્ભે દાદ માગતી અરજી સુપ્રીમ કોર્ટ(supreme court)માં દાખલ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : હવે સંજય રાઉત લાઇન પર આવ્યા- ટ્વીટ કરીને કહ્યું હવે ગુમાવવા માટે કશું રહ્યું નથી- જે આવશે તે મળ્યું સમજો- હાલ સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ટ્વિટ અને જાણો વિગતે

જોકે આ અરજીની સુનાવણી ક્યારે થશે તે સંદર્ભે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ એકનાથ શિંદે ગ્રુપના 16 ધારાસભ્યો(MLA)ની વિધાનસભાની સદસ્યતા રદ્દ કરવા સંદર્ભે અરજી દાખલ કરી દીધી છે. આ અરજી  સંદર્ભે ૧૧ જુલાઇના રોજ સુનાવણી થવાની છે.

 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version