News Continuous Bureau | Mumbai
Maharashtra Politics: લોકસભાની ચૂંટણી નજીક છે અને તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ ( Mahayuti ) અને મહાવિકાસ અઘાડી વચ્ચે ચૂંટણી થવા જઈ રહી છે. સૂત્રોએ દ્વારા મળતી માહિતી મુજબ, એક તરફ મહાવિકાસ અઘાડીમાં સીટ ફાળવણીને લઈને લાંબી ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ મહાયુતિની સીટ ફાળવણીનો મામલો માત્ર 30 મિનિટમાં જ ઉકેલાઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો ( Lok Sabha seats ) છે અને તેમાંથી 41 બેઠકો 2019ની ( Lok Sabha elections ) ચૂંટણીમાં ગઠબંધન દ્વારા જીતવામાં આવી હતી. જેમાં ભાજપ 23 અને શિવસેના 18 સીટો જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત એનસીપીને ( NCP ) 4 અને કોંગ્રેસ અને અપક્ષને 1-1 બેઠક મળી હતી.
જો કે, આ વર્ષે પણ ભાજપ ( BJP ) મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવા માટે મક્કમ છે. રાજ્યમાં હાલ ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ ( Shiv sena eknath shinde group ) અને NCP અજિત પવાર જૂથની મહાગઠબંધન સરકાર હેઠળ છે. ત્રણેય પક્ષો એકસાથે આવતાં જ લોકસભામાં બેઠકોની ફાળવણીને લઈને અણબનાવ થયો હતો.
શિંદે જૂથને 12 બેઠકો મળશે, જ્યારે અજિત પવાર જૂથને 6 બેઠકો મળશે.
જો કે, એવા અહેવાલ છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માત્ર 30 મિનિટમાં આ મુદ્દાને ઉકેલી લીધો છે. અમિત શાહ (Amit Shah ) હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે અને મંગળવારે (તા. 5) તેમણે છત્રપતિ સંભાજીનગરમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવા માટે રેલી યોજી હતી. આ બેઠક બાદ અમિત શાહે મુંબઈ મહાયુતિના નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો કેવી રીતે નક્કી કરવામાં આવે છે? કયા મુદ્દાઓ હોય છે મહત્ત્વપૂર્ણ.
શિવસેનાના નેતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, એનસીપીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે મોડી રાત સુધી ચાલુ રહેલી બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે ભાજપ અને મહાગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોને બેઠકમાં જિદ્દી ન બનતા, વ્યવહારુ રીતે ઉકેલ શોધવાની સલાહ આપી હતી.
તે જ સમયે, સૂત્રોએ માહિતી આપી કે અમિત શાહે મહાગઠબંધનના નેતાઓને કહ્યું કે ભાજપ લોકસભાની 30 બેઠકો પર ચૂંટણી લડશે અને શિંદે જૂથને 12 બેઠકો મળશે, જ્યારે અજિત પવાર જૂથને 6 બેઠકો મળશે. અહેવાલ છે કે 400 ના લક્ષ્ય રાખીને કામ શરૂ કરવાની પણ અમિત શાહે સલાહ આપી છે.