ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
મુંબઈ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 23 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. અહીં 6 મહિના પછી આટલા બધા કેસ એક જ દિવસમાં નોંધાયા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરે રાજ્યમાં 24,619 કેસ નોંધાયા હતા, મહારાષ્ટ્રમાં મંગળવારની સરખામણીમાં બુધવારે 30% વધુ કેસ નોંધાયા છે.
કોરોના નો વ્યાપ વધવાને કારણે લોકલ ટ્રેનના યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. જાણો તાજા આંકડા.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 23,179 કેસ
24 કલાકમાં 84ના મૃત્યુ; કુલ 53,080ના મૃત્યુ
રાજ્યમાં કોરોનાના કુલ 23,70,507 કેસ
24 કલાકમાં રાજ્યમાં 9,138 દર્દી સાજા થયા
કુલ 21,63,391 સ્વસ્થ, 1,52,760 સક્રિય કેસ
રાષ્ટ્રીય સ્તરે કોરોના ના આંકડા માં વધારો થયો. જાણો નવા આંકડા…