News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની(Raj Thackeray) 3 મે પછી મસ્જિદોમાંથી(Mosque) લાઉડસ્પીકર(Loud speakers) હટાવવાની ધમકી વચ્ચે ઠાકરે સરકારના(THackeray Govt) ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે.
ગૃહ વિભાગે કોઈ પણ ધાર્મિક સ્થળ(Religious Place) પર મંજૂરી વિના લાઉડસ્પીકર લગાવવા પર રોક લગાવી દીધી છે.
એટલે કે હવે લાઉડસ્પીકર લગાવવા માટે પોલીસની મંજૂરી(Police Permission) લેવી પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ(Dilip Walse Patil) ટૂંક સમયમાં આ સંબંધમાં મહારાષ્ટ્રના ડીજીપી(DGP) સાથે એક બેઠક પણ કરશે.
જો કોઈ મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલના દિવસમાં જ રાજ ઠાકરેએ મસ્જિદ પર લાગેલા લાઉડ સ્પિકર 3 મે સુધી હટાવી લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર ભાજપના આ મોટા નેતાની વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ… જાણો વિગતે