Site icon

Maharashtra Swine Flu : ખતરાની ઘંટી, મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂની થઇ એન્ટ્રી; આ જિલ્લામાં બે દર્દીઓનો લીધો ભોગ..

Maharashtra Swine Flu : મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનું જોખમ વધી રહ્યું છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્વાઈન ફ્લૂએ પ્રવેશ કર્યો છે. માલેગાંવમાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. દરમિયાન આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયું છે.

Swine FluSwine Flu Two Died In Malegaon, Maharashtra

Swine FluSwine Flu Two Died In Malegaon, Maharashtra

News Continuous Bureau | Mumbai 

Maharashtra Swine Flu : બે વર્ષ પહેલા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લૂનો ખતરો ફરી તોળાય તેવી ભીતિ સેવાઈ રહી છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્વાઈન ફ્લૂએ પ્રવેશ કર્યો છે. માલેગાંવમાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોના મોત થયા છે. આ બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન, માલેગાંવ ( Malegoan )  મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને સતર્ક રહેવા અને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે

Join Our WhatsApp Community

Maharashtra Swine Flu : 20 દિવસમાં સ્વાઈન ફ્લૂથી બે લોકોના મોત

મહત્વનું છે કે માલેગાંવમાં 5 એપ્રિલે 63 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. મહિલાને સ્વાઈન ફ્લૂ થયા બાદ નાસિકમાં સારવાર આપવામાં આવી રહી હતી. સાથે જ સ્વાઈન ફ્લૂથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા દર્દીઓ પાસેથી સ્વેબ લેવામાં આવ્યા હતા.  મહિલા બાદ હવે વધુ એક દર્દીનું મોત થયું છે. આમ 20 દિવસમાં સ્વાઈન ફ્લૂથી બે લોકોના મોત થતા અહીં ભયનું વાતાવરણ છે.

Maharashtra Swine Flu : આરોગ્ય વિભાગે ( Health department )  નાગરિકોને કરી આ અપીલ

દરમિયાન અહીંના આરોગ્ય વિભાગે નાગરિકોને સતર્ક રહેવા અને કાળજી રાખવા અપીલ કરી છે અને સ્વાઈન ફ્લુને ફેલાતો અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરોઓ સાચવજો, ગરમી અને બફારામાં થશે વધારો; હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ..

અગાઉ નાશિક જિલ્લાના સિન્નરમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ મળી આવ્યા હતા. તેથી, નાસિકના જિલ્લા સત્તાવાળાઓએ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા પછી સ્વાઈન ફ્લૂના દર્દીઓ વિશે દૈનિક માહિતી પ્રદાન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ અંગે તમામ હોસ્પિટલોને પત્ર મોકલવામાં આવ્યો છે.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version