ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૨ એપ્રિલ 2021
ગુરૂવાર
બુધવારે મોડી રાત્રે બહાર પાડેલા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં હવે જિલ્લા બંદી લાગુ કરવામાં આવી છે. આ કાયદા મુજબ હવે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લોકો નહીં જઈ શકે. પરંતુ અતિ આવશ્યક સુવિધા પ્રદાન કરી રહેલા લોકોને આ મામલે છૂટ આપવામાં આવી છે.
આ ઉપરાંત પ્રશાસનિક અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે જે કોઈ વ્યક્તિ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય તે વ્યક્તિના હાથ ઉપર 14 દિવસ અલગ રહેવાનો સિક્કો મારવામાં આવે. આવું કરવાને કારણે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કોરોના નહીં પ્રસરી શકે.
