News Continuous Bureau | Mumbai
બીજાને સુફિયાણી સલાહ આપવામાં હંમેશા આગળ રહેતા અને ટીવી પર છવાયેલા રાજકારણીઓ મહારાષ્ટ્રમાં(Maharashtra) દંડાઈ રહ્યાં છે. ટ્રાફિક વિભાગના નિયમોનું(Traffic rules) ઉલ્લંઘન કરવામાં તેઓ મોખરે છે. મીડિયામાં આવેલી માહિતી અનુસાર ટ્રાફિકના નિયમો તોડવા બદલ અનેક નેતાઓને દંડ ફટકારવામાં આવ્યો છે.
• રાજ્યના ઉપમુખ્યમંત્રી(Deputy CM) અજિત પવારે(Ajit pawar) ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમણે ૨૭ હજારનો દંડ ભર્યો છે.
• ભાજપના(BJP) પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ(Chandra kant patil) પાસે દંડના સર્વાધિક ૧૪,૨૦૦ રુપિયા બાકી છે.
• ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલને(Dilip walse patil) ૫,૨૦૦ નોં દંડ થયો છે.
• રાજ્યમંત્રી દત્તાત્રય ભરણેને(Dattatray Bharne)ટ્રાફિકના નિયમ તોડવા બદ્દલ ૬૦૦ રુપિયાનો દંડ કરાયો છે.
• આ ઉપરાંત અન્ય નેતાઓના દંડના આંકડા બહાર આવવાના બાકી છે.
આ સમાચાર પણ વાંચો : વધુ એક શિવસેનાની સાંસદ ઈ.ડી. માં સપડાઈ. જાહેર થયા સમન્સ. જાણો વિગતે