Maharashtra: રીલ માટે રિયલ લાઇફ જોખમમાં મૂકી.. કાર ચલાવતી વખતે કરી આ એક ભૂલ અને ગાડી ખીણમાં ખાબકી; ગુમાવ્યો જીવ! જુઓ વીડિયો

Maharashtra Woman’s stunt ends in death, man filming reel screams as car falls into valley

News Continuous Bureau | Mumbai

Maharashtra: આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાનોને સોશિયલ મીડિયા પર  ફેમસ થવાનું એવું ઘેલું લાગ્યું છે કે તે કંઈ ને કંઈ અવનવું કરતા હોય છે અને એમાં ને એમાં ઘણીવાર એવા ગતકડાં કરતા હોય છે. કે ફેમસ થવાના ચક્કરમાં રીલ બનાવવા માટે, લોકો દરેક સ્તરે બધું કરવા માટે તૈયાર છે, ભલે તેમના પોતાના જીવને જોખમ હોય..   

Maharashtra: અકસ્માતે રિવર્સ ગિયરમાં એક્સિલરેટર દબાવી દીધું

આવી જ એક ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્ર ( Maharashtra ) માં  સામે આવી છે. અહીં, રીલ બનાવતી ( Filming reel ) વખતે, એક  છોકરીએ અકસ્માતે રિવર્સ ગિયરમાં એક્સિલરેટર દબાવી દીધું, જેના કારણે કાર ખાડામાં પડી અને તેનું દર્દનાક મોત ( Death ) થયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Maharashtra: કાર ક્રેશ બેરિયર તોડીને ખાડામાં પડી.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી ( Girl )  કારમાં બેઠી છે અને કેટલાક લોકો બહારથી તેનો વીડિયો બનાવી રહ્યા છે. અચાનક કાર ધીમે ધીમે પાછળ જવા લાગે છે. દુર્ભાગ્યવશ, જ્યારે કાર રિવર્સ ગિયર ( Reverse gear ) માં હતી, ત્યારે તેણે અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું. જેના કારણે કાર પાછળની તરફ સરકી અને ક્રેશ બેરિયર તોડીને ખાડામાં પડી.

 

 

કારની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. કાર સીધી 300 ફૂટ (30 માળ) નીચે ખાડામાં પડી હતી. કહેવાય છે કે યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Maharashtra: વીડિયો શૂટ કરી રહી હતી યુવતી 

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી. રિપોર્ટ અનુસાર જ્યારે અકસ્માત થયો ત્યારે યુવતી ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો શૂટ કરી રહી હતી. સોમવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં યુવતી રિવર્સ ગિયરમાં ગાડી ચલાવી રહી હતી અને અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું હતું. કાર ખાડામાં પડી જતાં તેનું મોત થયું હતું.

આ સમાચાર પણ વાંચો: Lonavala : લોનાવલા માં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, વાતાવરણ બન્યું આહલાદક; જુઓ સુંદર નજારો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)